- વાળ માટે કપૂરનો કરો ઉપયોગ
- માથામાં આવતી દૂર્ગંધમાં મળશે રાહત
- ખંજવાળને કપૂર કરે છે દૂર
હવે ઉનાળો શરુ થી ગયો છે જેને કારણે આપણાને શરીરમાં અને વાળમાં ખૂબ જ પરસેવો થાય છે જો કે વાળમાં થતો પરસેવો વાળમાં ગંધ ઉત્પન્ન કરે છે સાથે જ વાળની સમસ્યાઓ વધારે છે આવી સ્થિતિમાં કપૂર એક એવો પ્રદાર્થ છે કે જે તમારી દરેક સમસ્યાને દૂર કરવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે તો ચાલો જાણીએ કપૂરના વાળમાં થતા ઉપયોગ અને ફાયદાઓ વિશે.
કપૂર
માથાના સ્કેલ્પમાં ખંજવાળનું એક મહત્વનું કારણ ડેન્ડ્રફ છે. કપૂરમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણોથી તમે તેને ખતમ કરી શકો છો. આ સિવાય સ્કેલ્પની ચામડીમાં સંક્રમણને પણ કપૂરથી દૂર કરી શકાય છે. આ માટે તમારે નારિયેળ તેલ ગરમ કરવું પડશે અને તેમાં કપૂરના ટુકડા ઉમેરીને પેસ્ટ બનાવવી, હવે જ્યારે તેલ હૂંફાળું હોય ત્યારે તેને વાળ અને માથાની ચામડી પર મસાજ કરો.
લીબું
પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે વાળને વોશ કરતા પહેલા લીબુંનો રસને સ્કેલ્પ પર બરાબર ઘસી દો આમ કર્યા બાદ 30 મિનિટ વાળને સુકાવો ત્યાર બાદ પાણી વડે વાળ વોશ કરીલો લીબુંમાં રહેલા ગુણો વાળમાંથી દૂર્ગંઘને દૂર કરે છે
લીમડાનો રસ
લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો છે. પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે લીમડાના 20-25 પાનને સાફ કરીને પાણીના જગમાં ઉકાળો. આ પાણીને ઠંડુ કર્યા બાદ તેને નહાવાના પાણીમાં મિક્સ કરો. આ પાણીથી નહાવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.