મોટરકાર સ્ટાર્ટ નથી થતી તો ધ્યાન રાખો આ ટીપ્સનું…
જો તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે તમારી કાર સાથે ક્યાંક જવું હોય, પરંતુ તમને કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો તે સમયે તમે ખૂબ જ પરેશાન થાવ છો. પરંતુ તમે ત્રણ બાબતોનું ધ્યાન રાખશો તો તમને કાર સ્ટાર્ટ કરવામાં કોઈ તકલીફ નહીં પડે.
- કારની બેટરીની કાળવણી જરુરી
જો તમારી કાર વારંવાર સેલ્ફ એપ્લાય કરવા છતાં પણ સ્ટાર્ટ નથી થતી, તો બેટરીનું કનેક્શન એકવાર ચેક કરવું જરૂરી છે. ઘણી વખત ખરાબ રસ્તાઓ પર દોડવાથી અને થોડી બેદરકારીને કારણે બેટરી કનેક્શન ઢીલું પડી જાય છે અને બેટરી યોગ્ય રીતે ચાર્જ ન થવાને કારણે સમસ્યા સર્જાય છે. આ સિવાય બેટરી ઘણી જૂની થઈ ગઈ હોય તો પણ તેમાં કરંટની સમસ્યા રહે છે.
- ઇગ્નીશન સ્વીચની સમસ્યા
જો કારની બેટરી અને તેનું કનેક્શન યોગ્ય છે, તો કારની ઇગ્નીશન સ્વીચ તપાસવી જોઈએ. સામાન્ય રીતે ઇગ્નીશન સ્વીચ આસાનીથી ખરાબ થતી નથી, પરંતુ જો તે ખરાબ થઇ જાય, તો કાર શરૂ કરવા માટે વપરાતી મોટરને બેટરીમાંથી પાવર મળી શકતો નથી, તેથી કાર ચાલુ કરી શકાતી નથી.
- કી ફોબ સમસ્યા
આધુનિક કારમાં કાર સ્ટાર્ટ કરવા માટે ચાવીની જરૂર પડતી નથી, બલ્કે આવી કારમાં પુશ બટન સ્ટાર્ટનો વિકલ્પ હોય છે. જો તમને આ કારોમાં સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો શક્ય છે કે કી ફોબમાં સમસ્યા છે. આ માટે તેનું બટન ચેક કરવું જોઈએ. આ સિવાય ઘણી વખત એવું પણ બને છે કે કારની ચાવીના કોષો નબળા પડી જાય છે, જેના કારણે કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી થાય છે.