ભારતના રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહે છે,તો અન્ય દેશના રાષ્ટ્રધ્વજને શું કહેવાય છે,જાણો
ભારતમાં 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, જ્યારે પણ આ દિવસ આવે ત્યારે દરેક ભારતીયમાં એક અલગ પ્રકારનો જોશ જોવા મળતો હોય છે. આવામાં આપણને સૌને ત્રિરંગો એટલે કે ભારતનો રાષ્ટ્રધ્વજ હાથમાં રાખવો ગમતો હોય છે, પણ શું ક્યારેય કોઈએ વિચાર્યું કે જેમ ભારતના રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહેવામાં આવે છે તેમ અન્ય દેશના રાષ્ટ્રધ્વજને શું કહેવામાં આવતું હશે. જો ફ્રાન્સની વાત કરવામાં આવે તો ફાંસના રાષ્ટ્રધ્વજમાં પણ ત્રણ રંગો છે. તેને પણ ત્રિરંગો કહેવામાં આવે છે. તેને ટ્રાઈકલર તરીકે વધારે ઓળખવામાં આવે છે. રશિયાના રાષ્ટ્રધ્વજમાં પણ ત્રણ રંગો છે. રશિયાના રાષ્ટ્રધ્વજને ત્યાંના લોકો ટ્રાઈકોલોર કહે છે.
જો વાત કરવામાં આવે સૌથી પહેલા પાકિસ્તાનની તો પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં લીલો અને સફેદ રંગ છે. તેમા તારા અને ચંદ્ર પણ છે. પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને ‘પરચમ-એ સિતારા ઓ-હિલાલ’ કહેવામાં આવે છે.
આ ઉપરાંત જગત -જમાદાર અમેરિકાના રાષ્ટ્રધ્વજનું પણ નામ છે અને તેનો ઈતિહાસ એવો છે કે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ઘણા નામોથી ઓળખાય છે. સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઈપ્સ, સ્ટાર સ્પૈંગલ્ડ બેનર અને ઓલ્ડ ગ્લોરી. સૌથી વધારે તેને ઓલ્ડ ગ્લોરી તરીકે ઓળખવામાં આવે છે.
બ્રિટેનના રાષ્ટ્રધ્વજને 2 નામથી ઓળખવામાં આવે છે. એક યૂનિયન જૈક અને બીજુ યૂનિયન ફલેગ.