Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ ન આવે તો હડતાળની ચીમકી

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆતો કરી રહ્યા છે. છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે સફાઈ કામદારોના પ્રશ્ને નગરપાલિકાના પ્રમુખને ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા લેખિત રજૂઆત કરાઇ હતી. જેમાં સફાઇ કામદારોને લગતા પ્રશ્નોનું નિરાકરણ બે  દિવસમાં લાવવા માંગ કરાઇ હતી. જો તેમ નહીં કરાય પ્રતિક ધરણાની ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ વિવિધ પ્રશ્ને પરેશાન હતા. જેને લઇ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઇ પાટડીયા તથા આગેવાનો અને સફાઇ કામદારોએ નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી હતી. જે મુજબ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝના 250થી વધુ સફાઇ કામદાર કામ કરે છે. દિવસે દિવસે શહેરનો વિસ્તાર વસ્તી વધી પણ સફાઇ કામદારની ઘટ વચ્ચે કામગીરી કરાઇ રહી છે. જેને લઇ વિવિધ પ્રશ્નો થાય છે જેનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. અગાઉ પાલિકાના જનરલ બોર્ડમાં 140 ફુલ ટાઇમ અને 280 પાર્ટ ટાઇમ સફાઇ કામદાર રાખવા નિર્ણય લેવાયો હતો. છતા સફાઇ કામદારોને ઝોનવાઇઝ દૂર કરાયા છે. અગાઉ 1-2-24ના રોજ 60 કામદાર પરત લેવા સમાધાન બાદ 2-2-24થી કામ પર પરત લઇ બાદમાં છૂટા કરી દેવાયા છે. તેમને પરત લેવા માંગ છે. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીને સમયસર પગાર કરાતો નથી તેથી કોન્ટ્રાકટરને બદલે નગરપાલિકા પગાર ચૂકવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત  ગેરેજ સેનિટેશન વિભાગના ડ્રાઇવરો, મજૂરોને પાર્ટ ટાઇમ કામ અપાય તેમને ફુલટાઇમ કરવા આવે એવી રજુઆત કરવામાં આવી હતી. . સફાઇ કામદારોને બે માસના પગાર ચડકત થયો છે. આથી પગાર ચૂકવવા માંગ કરવામાં આવી છે.