આપણે દરેક લોકો રોજીંદા ખોરાકમાં રાઈસનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ઘણા લોકો માને છે કે રાઈસ ખાવાથી વજન વધે છે તેથી ઘણા લોકો ડાયટ કરતા હોઈ છે તો તદ્દન રાઈસ ખાવાનું છોડી દે છે,જો કે રાઈસ એવો ખોરાક છે જે ભૂખને સંતુષ્ટ કરે છે જેથી તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો,એટલે ભાત ખાવા પણ એટલાજ જરુરી છે,જેટલી રોટલી ખાવી જરુરી છે.
રાઈસમાં મોટા પ્રમાણમાં ફાઈબર સમાયેલ હોય છે. ભાત પચવામાં સહેલા હોવાથી તાવ, એસિડિટી કે પેટમાં ગડબડ હોય ત્યારે ભાત ખાવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસના દરદીઓ પણ જો પ્રમાણસર ભાત ખાય તો કોઈ નુકશાન થતું નથી.
પોલીશ કર્યા વિનાના બ્રાઉન, રેડ, બ્લેક કે વાઈલ્ડ સાઈસ ખાવામાં આવે તો તે આપણા શરીરની રોજિંદી કડધાન્યની બીજા ભાગની જરૂરિયાત પૂરી થાય છે. રાઈસમાંથી પણ પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે છે.
સામાન્ય રીતે રાઈસમાં સોડિયમ, કોલેસ્ટરોલ કે ગ્લુટેન જેવા તત્વો સમાયેલા હોતા નથી .જેના કારણે જે લોકો ને આ પ્રકારના તત્વો ખાવાની મનાઈ છે તો તેઓ રાઈસનો ઉપયોગ કરી શકે છે.
જો બ્રાઉન, રેડ, બ્લેક કે વાઈલ્ડ રાઈસ ખાવામાં આવે તો જે વ્યક્તિને એકલા રાઈસમાંથી જ દરેક પોષક તત્વો મળી રહે છે. પણ જ્યારે તેને પોલીશ કરવામાં આવે ત્યારે તેમાંના ઘણાં ગુણોનો નાશ થાય છે.નાશ પામે છે. જેના કારણે જ્યારે પણ સફેદ રાઈસ ખાતા હો તો તેની સાથે દાળ, શાક લેવું જરુરી છે.
રાઈસમાં ખથાસ કરીને સમાયેલું હોતું નથી,જેના કારણે ભાત ખાવાથી કોલેસ્ટેરોલ વધવાનો ભય ઓછો હોય છે.જ્યારે વળી તેમાં ભરપૂર એનર્જી મળી રહે એટલા પ્રમાણમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટર અને સ્ટાર્ચ હોય છે.