ઉનાળામાં સ્કિનમાં બળતરા થતી હોય તો કકુમ્બર ફેસ પેકનો કરો ઉપયોગ , ત્વચા કરશે ગ્લો અને ચહેરા પર આવશે તાજગી
- કાકડીના ફેસપેક સ્કિન પર લાગે છે ગ્લો
- સ્કિનને ઓીલી થતા અટકાવે છે
- ખીલ પીમ્પલ્સની સમસ્યામાંથી આપે છે છૂટકારો
ઉનાળાની ગરમીમાં સ્કિનની કાળજી ખૂબ જરુરી છે,કારણે કે વધુ પસીનાના કારણે સ્કિન પર ડસ્ટ લાગે છે પરિણામેં ખીલ ફૂલ્લીઓ જેવી સમસ્યાઓ સર્જાય છે આવી સ્થિતિમાં તમે ઘરે રહીને તમારી સ્કિનની કાળજી લઈ શકો છો.ઉનાળામાં કાકડી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ વરદાનદાયી સાબિત થાય છે. કારણ કે કાકડીમાં ભેજ, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે ત્યારે તાજગીનો અનુભવ થાય છે આ સાથે જ કાકડીના જૂદા જૂદા ફેસપેક બનાવી ચહેરા પર અપ્લાય કરી શકાય છે.જેનાથી ત્વચા કોમળ બને છે, વધારાનું ઓીલ દૂર થાય છે અને ફેસને ઠંડક મળે છે.
કાકડી અને ટામેટા
ઉનાળામાં ટેનિંગ માટે આ બેસ્ટ ફેસ પેક છે. કાકડી અને ટામેટાને સમાન માત્રામાં પીસીને ચહેરા પર લગાવો અને લગભગ 25 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તમારી ત્વચા પરથી સૂર્યપ્રકાશની અસર દૂર થશે અને સાથે જ તમને મૃત ત્વચાના કોષોથી પણ છુટકારો મળશે.
કાકડી અને ઓટમીલ
આ ફેસ પેક બનાવવા માટે કાકડીના ટુકડાને પીસીને તેમાં સમાન માત્રામાં ઓટમીલ ઉમેરો. હવે તેમાં દૂધ, દહીં અને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. હવે 10-15 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખ્યા બાદ તેને હળવા હાથે ધોઈ લો. આ ફેસ માસ્ક ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને સાફ કરે છે
કાકડી અને દહીં
અડધા બાઉલ દહીંમાં કાકડીના કેટલાક ટુકડાને છીણી લો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે તેને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને પછી ધોઈ લો. તે ટેનિંગ ઘટાડવામાં અસરકારક છે.
કાકડી અને ફુદીનો
ચહેરા પર ચમક લાવવા માટે આ એક સારો ફેસ પેક છે. તેને બનાવવા માટે કાકડીના થોડા ટુકડામાં ફુદીનાના પાન મિક્સ કરીને પીસી લો. હવે પેસ્ટને દૂધ નાખીને નરમ બનાવો અને તેને ચહેરા તેમજ ગરદન પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં.