Site icon Revoi.in

જમ્યા બાદ પેટ ભારે લાગે છે અને ગમતું નથી, તો આ રહ્યું તેનું સોલ્યુશન

Social Share

લોકોને આજકાલ એવું ભારે ભારે ખાવાનું મન થયું હોય છે ને કે તેના પછી તે લોકોને પોતાનું પેટ ભારે ભારે લાગતું હોય છે અથવા વધારે ખવાઈ ગયું તેવું પણ લાગતું હોય છે, તો હવે આ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જમ્યા પછી જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવશે તો તે તે લોકોને કોઈ પ્રકારની સમસ્યા થશે નહી.

મધ ભોજન ખાધા પછી પેટમાં ભારેપણું દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. આ માટે ભોજન ખાધા પછી થોડું મધ ચાખવાની આદત બનાવો. એવું કહેવાય છે કે તે ભારેપણું સિવાય પેટની અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે. અજમાં અને સંચરનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. ગેસ પર એક ગ્લાસ પાણી મુકો અને તેમાં બે ચમચી કેરમ સીડ્સ અને અડધી ચમચી સંચળ મિક્સ કરીને ઉકાળો.

વરિયાળી અને સાકર વિશે પણ એવું કહેવાય છે કે વરિયાળી અને સાકર એકસાથે ખાવાથી ભારેપણું દૂર થાય છે. રોજ ખાધા પછી વરિયાળી અને સાકર ખાઓ કારણ કે તે પેટની અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે. અને સાથે લીલી ઈલાયચી પણ, જે ચા અથવા ખાવાનો સ્વાદ વધારે છે, તેનો ઉપયોગ ભારેપણું દૂર કરવા માટે કરી શકાય છે. જો તમે ખાધા પછી ભારે પેટ થવાથી પરેશાન છો, તો આ સ્થિતિમાં લીલી ઈલાયચી ચાવો. આમ કરવાથી તમને ઘણી રાહત મળશે.