મગજ સુધી બ્લડ પહોંચાડતી નસોમાં જ્યારે કોઈ પણ પ્રકારની ગડબડી થાય છે કે બ્લડ સરખી રીતે મગજ સુધી નથી પહોંચી શકતુ તો બ્રેન સ્ટ્રોકનો ખતરો વધે છે.
મગજના બ્લડ સર્ક્યુલેશનમાં જ્યારે ગડબડ થાય છે તો સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. સ્ટ્રોકના પણ બે પ્રકાર હોય છે ઈસ્કેમિક અને હેમરેજિક સ્ટ્રોક. ઈસ્કેમિક સ્ટ્રોકમાં મગજની નશો જામ થવા લાગે છે તેમાં લોહી સરખી રીતે પહોંચી શકતું નથી.
હેમરેજિક સ્ટ્રોકમાં મગજની અંદર બ્લડ લીક થવા લાગે છે. જેના લીધે મગજ પર તેની ખરાબ અસર પડે છે અને સામાન્ય ભાષામાં તેને બ્રેઈન હેમરેજ કહેવામાં આવે છે.
ઇસ્કેમિક સ્ટ્રોક ખૂબ જ કોમન છે કેમ કે તે હાઈ BP, મોટાપો, ફિજિકલ એક્ટિવિટીની કમીને કારણે થાય છે. તેના પાછળનું કારણ ખરાબ ખાનપાન અને સ્મોકિંગ કહેવાય છે.
સ્ટ્રોક અત્યંત જાનલેવા હોય છે કેમ કે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે.
સ્ટ્રોકના શરૂઆતી લક્ષણોમાં બોલવામાં મુશ્કેલી, સ્નાયુઓમાં દુખાવો, ચાલવામાં મુશ્કેલી હોઈ શકે છે. આ બધું ત્યારે શરૂ થાય છે જ્યારે મગજમાં બ્લડ સરખી રીતે પહોંચતું નથી.