Site icon Revoi.in

કલાકો પરસેવો પાડ્યા પછી પણ વજન નથી ઘટતું તો આજે જ કાર્ડિયો એક્સરસાઈઝ શરૂ કરો

Social Share

જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડવો પૂરતો નથી તે જાણવું ખૂબ જરૂરી છે કે તમે જીમમાં જે કસરત કરી રહ્યા છો તે ફાયદાકારક છે કે નહીં. મોટાભાગના લોકો મસલ્સ બિલ્ડિંગ માટે જીમમાં સ્ટ્રેથનિંગ અને વેઈટલિફ્ટિંગ કરે છે. પણ તમે વજન ઓછું કરવા અને સ્વસ્થ રહેવા માંગતા હો, તો કાર્ડિયો કસરતથી વધુ સારું બીજું કંઈ નથી. દોડવું, જોગિંગ, સાયકલ ચલાવવું, તરવું, ઝડપી ચાલવું અને રોવિંગ એ કેટલીક લોકપ્રિય કાર્ડિયોવેસ્ક્યુલર કસરતો છે જે કોઈપણ કરી શકે છે.

કાર્ડિયો એક્સરસાઇઝ હાર્ટ, રક્તવાહિનીઓ અને ફેફસાના સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે. હાર્ટ ડિસીજનું જોખમ ઘટાડવાની સાથે સાથે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે.

કાર્ડિયો કસરતો કેલરી બર્ન કરવા અને વજન ઘટાડવામાં મદદ કરવા માટે ઉત્તમ છે. તે શરીરમાં વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે, જે ઓવરઓલ હેલ્થ સુધારે છે અને સેલ્ફકોન્ફિડન્સ વધારે છે.

કાર્ડિયો કસરતો ઊંઘની ગુણવત્તા અને સમયગાળો સુધારવામાં મદદ કરી શકે છે. લાંબા સમય સુધી ઊંઘવામાં અને એકંદર ઊંઘ ચક્રને સુધારવામાં મદદ કરે છે.

કાર્ડિયો કસરત ડાયાબિટીસ, સ્ટ્રોક અને ઘણા પ્રકારના કેન્સર જેવા ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.