Site icon Revoi.in

ધોરણ 10 અને 12ની માર્કશીટમાં નામ-અટક સહિત ભૂલો હશે તો બોર્ડ દ્વારા વિનામૂલ્યે સુધારી અપાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. મૂલ્યાકનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસોમાં પરિણામ પણ જાહેર કરી દેવાશે. પરિણામમાં વિદ્યાર્થીના નામમાં કે અટકમાં કોઈ ક્ષતિ રહી જતી હોય છે. ક્યારેક સ્પેલિંગ મિસ્ટિક પણ રહી જતી હોય છે.આવી ભૂલો થઈ હશે તો હવે બોર્ડ દ્વારા કોઈપણ ફી કે ચાર્જ લીધા વિના ભૂલો સુધારી આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. બોર્ડના પરિણામમાં માર્કશીટમાં ક્યારેક ભૂલ રહી જાય તો શિક્ષણ બોર્ડ દ્વારા સુધારી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને અપાતી કમ્પ્યુટરાઈઝ્ડ માર્કશીટમાં વિદ્યાર્થીનાં નામ, અટક, બેઠક નંબર, જન્મ તારીખ વગેરે સહિતની ભૂલ શિક્ષણ વિભાગ સુધારી આપશે. જો કોઈ વિદ્યાર્થીની માર્કશીટમાં આવા પ્રકારની કોણ પણ ભૂલ જણાય તો તેના માટે 90 દિવસમાં સ્કૂલ મારફતે બોર્ડમાં અરજી આપવાની રહેશે. ડેટા એન્ટ્રી દરમિયાન ઓપરેટર દ્વારા આવી કોઈ પણ ભૂલ થઈ હશે તો શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ પણ જાતની ફી વસૂલ્યા વગર આ ભૂલ સુધારી આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. મે મહિનાના અંતમાં સૌથી પહેલાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. એની સાથે વિદ્યાર્થીઓના પેપરના મૂલ્યાંકનનું કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. હાલ ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ માર્કશીટ તૈયાર કરવામાં આવશે. જો કે, માર્કશીટ કમ્પ્યુટર પર તૈયાર થયા બાદ તેનું છાપકામ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન ડેટા એન્ટ્રી દરમિયાન ઓપરેટર દ્વારા વિદ્યાર્થીનું નામ, અટક, જન્મ તારીખ, બેઠક નંબર વગેરેમાં કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય આવા કિસ્સામાં શિક્ષણ બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે. આ ભૂલો સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ જાતની ફી વસૂલવામાં આવશે નહીં. જેના માટે શિક્ષણ વિભાગ દ્વારા જરુરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.