- સાંઘાનો દુખાવામાં રાહત માટે ઘરેલું ઈલાજ કરો
- ખટાશ ખાવાનું ટાળો
- ટંડા પીણાને અવોઈડ કરો
- રોજેરોજ થોડૂ ચાલવાનું રાખો
- એક જગ્યાએ બેસી ન રહો
આજકાલ વાતાવરણ વાદળછાયું રહેતું જોવા મળે છે જેને લઈને આપણી તબિયત નાજૂક હોય તેવો અહેસાસ થાય છે, ખાસ કરીને વા ની ફરિયાદ વાળા દર્દીઓને વધારે સમસ્યા આ વાતાવરણમાં થાય છે, આ સાથે જ સામાન્ય લોકોને પણ હાથ પગની દુખાવાની ફરિયાદ રહેતી હોય છે આવા વાદળછાયા વાતાવરણના કારણે દરેક લોકોને હાથ, પગ ,માથું કે સાઁંમાં દુખાવો થવાની સમસ્યા રહેતી હોય છે, ત્યારે આજે કેટલાક એવા ઘરેલું ઉપચારની લવાત કરીશું જેના થકી તમારો પીડા ઓછી થશે અને દુખાવામાં રાહત થશે.
મસાલા વાળી ચા પીવાનું રાખો
જો જ્યારે પણ વાતાવરમ ઠંડુ હોય ત્યારે તમારે ઓછી ખાંડ વાળઈ અને તુલસી, ફૂદીનો, આદુ તથા મરી વાળી ચા પીવી જોઈએ તેના સેવનથી તમને સાંધાનો દુખાવામાં મોટી રાહત થાય છે.આ સાથે જ માથું દુખતુ હોય તો પણ આરામ મળે છે.
રાયના તેલનું માલિશ કરો
રાયનો ગુણ ગરમ છે, રાયના તેલનું માલિશ કરવાથી સાંધાના દુખાવામાં મોટી રાહત થાય છે. આ સાથે જ જો રાયનું તેલન હોય તો રાયને ક્રશ કરીને પાણીમાં ગરમ લેપ બનાલીને લગાવો તેનાથી હાથ પગ કે મનાથાના દુકાવામાં રાહત મળે છે, આ સાથે જ તમે ઓલિવ ઓઈલથી પણ હાથ પગમાં મસાજ કરી શકો છો તેનાથી પણ દુખાવો મટે છે.
બને ત્યા સુધી ચાલવાનું રાખો
જો જ્યારે પણ તમને હાથ પગ દુખવાની સમસ્યા થાય તો હિમ્મત કરીને થોડુ થોડુ ચાલવાની આદત પાડો, રોજ થોડુ ચાલશો તો હાડકાઓ મજબૂત બનશે ્ને દુખાવો પણ ઓછો થશે, આ સાથે જ ન્હાતા વખતે હંમેશા નવશેકા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ,
ઠંડુ ખાવાનું પીવાનું ટાળો
જે લોકોને સાંધાના દગુખાવાની કે માથાના દુખાવાની ફરીયાદ હોય તેમણે સોડા, આઈસ્ક્રિમ કે વધારે પડતપું ઠંડુ પીવાનું ટાળવું જોઈએ.
ગરમ શેક કરવો
ગરમ મીઠાની પોટલી વાળીને હાથ -પગ પર શેક કરવાથી પણ દુખાવો દૂર થાય છએ, આ સાથે જ ગરમ પાણીની બેગ પણ મળે છે જેમાં ગરમ પાણી કરીને ભરીને તેનો શેક કરવો જોઈએ જેનાથી ખાસ્સી રાહત મળે છે.
ખટાશ ખાવાનું ટાળો
જે લોકો પહાથ-પગ કે માથાના દુખાવાથી પીડાઈ રહ્યા હોય તેઓએ ક્યારેય પણ પોતાના ખોરાકમાં ખટચાશનો ઉપયોગ ન જ કરવો જોઈએ, જેમકે દહીં, છાસ, આમલી ,લીબું વગેરેનું સેવન નહીવત કરવું જોઈએ