દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના દાંપત્ય જીવનમાં શાંતિ અને સમૃદ્ધી રહે, પણ ક્યારેક આપણે અજાણતા એવી ભૂલો કરી દેતા હોઈએ છે જેના વિશે આપણને જાણ પણ હોતી નથી. તો આવામાં જો વાત કરવામાં આવે ઘરોમાં થતા ઝગડા વિશેની તો, આ પગલુ લોકોએ ખાસ ભરવુ જોઈએ.
જ્યોતિષમાં રાહુ અને શનિનો પ્રભાવ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર માનવામાં આવે છે. આને બેડરૂમમાં રાખવાથી આ અશુભ ગ્રહોના કારણે તમારા લગ્નજીવન પર પણ અશુભ અસર પડે છે. તેથી, તમારા રૂમમાં ઓછામાં ઓછા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રાખો. નહિતર તમારા પ્રેમ સંબંધોમાં ખલેલ આવશે.
કેટલાક લોકોને લાગે છે કે બેડરૂમમાં પ્રેમના પ્રતીક તરીકે તાજમહેલની શોપીસ અથવા તસવીર લગાવવાથી તેમના પ્રેમ સંબંધોમાં મધુરતા વધી જશે. પણ આ તમારી ગેરસમજ છે. વાસ્તવમાં તાજમહેલ એક સમાધિ છે અને તમારા રૂમમાં કોઈ પણ સમાધિની તસવીર લગાવવી યોગ્ય નથી. તેથી, ભૂલ્યા વિના પણ, તાજમહેલને કોઈપણ સ્વરૂપમાં તમારા રૂમમાં સ્થાન આપો.
ઉલ્લેખનીય છે કે, કપલ્સ માટે બેડરૂમનું મહત્વ ઘણું વિશેષ છે. તેથી, અહીં કોઈપણ પ્રકારના વાસ્તુ દોષને કારણે, તમારું પારિવારિક જીવન પ્રભાવિત થાય છે અને એકબીજા સાથે ઝઘડા થાય છે. તેથી બેડરૂમનું વાસ્તુ દોષોથી મુક્ત હોવું ખૂબ જ જરૂરી છે. બેડરૂમમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.