Site icon Revoi.in

જો યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ થાય તો ભારત પર પડશે તેની અસર-  કેટલીક વસ્તુઓ થઈ શકે છે મોંધી

Social Share

 

જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય અથવા તણાવ લાંબા સમય સુધી ચાલે તો તેની સીધી અસર ભારતના સામાન્ય નાગરિક પર મોંધવારી તરીકે  પડી શકે છે. કેટલીક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની તૈયારી છે. નિષ્ણાતો માને છે કે કુદરતી ગેસથી લઈને ઘઉં સુધી, વિવિધ અનાજના ભાવમાં વધારો થશે.

યુક્રેન-રશિયા કટોકટીએ બ્રેન્ટ ક્રૂડની કિંમત 96.7  ડોલર પ્રતિ બેરલ સુધી ધકેલી દીધી છે, જે સપ્ટેમ્બર 2014 પછી સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે રશિયા ક્રૂડ ઓઈલના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક છે.વર્તમાન કટોકટી આવનારા દિવસોમાં કિંમતોમાં $100 પ્રતિ બેરલથી વધુનો વધારો કરી શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર વૈશ્વિક જીડીપી પર પડશે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તેલના ભાવમાં પ્રતિ બેરલ 150 ડોલરનો વધારો વૈશ્વિક જીડીપી વૃદ્ધિને માત્ર 0.9 ટકા સુધી ઘટાડશે.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ બાસ્કેટમાં ક્રૂડ ઓઇલ સંબંધિત ઉત્પાદનોનો સીધો હિસ્સો 9 ટકાથી વધુ છે. તેથી, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો, ભારતના WPI ફુગાવામાં આશરે 0.9 ટકાનો વધારો કરશે. નિષ્ણાતોના મતે, જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય છે, તો સ્થાનિક કુદરતી ગેસ ની કિંમત દસ ગણી વધી શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા સાથે એલપીજી અને કેરોસીન પર સબસિડી વધવાની ધારણા છે. તાજેતરના કેટલાક વર્ષોમાં, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે, સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ભારતની કુલ આયાતમાં તેલનો હિસ્સો લગભગ 25 ટકા છે. ભારત તેની જરૂરિયાતના 80 ટકાથી વધુ તેલની આયાત કરે છે. તેલના ભાવમાં વધારાની અસર ચાલુ ખાતાની ખાધ પર પડશે.

જો અનાજની આયાતમાં જો સંકટ આવે છે તો તેની અસર પણ ભારત પર જોવા મળશએ,કારણ કે રશિયા વિશ્વનો ટોચનો ઘઉંનો નિકાસકાર છે જ્યારે યુક્રેન ઘઉંનો ચોથો સૌથી મોટો નિકાસકાર છે. કુલ વૈશ્વિક નિકાસમાં બંને દેશોના ઘઉંનો હિસ્સો લગભગ ચોથા ભાગનો છે.તો તેના પર અસર પડવાની શક્યતાઓ જોવા મળે છે.