Site icon Revoi.in

બેંકને લગતું કોઈ પણ કામકાજ હોય તો આ યાદી જોઈલે જો, સપ્ટેમ્બરમાં 13 દિવસ બેંકો રહેશે બંધ

Social Share

 

સામાન્ય રીતે બેંકનોમાં 6 દિવસ મહિનામાં રજા હોય છે 4 રવિવાર અને 2 શનિવાર ,જો કે ઘણા તહેવારોના કારણે રજાઓની યાદી લાંબી થી જતી હોય ચે, ત્યારે સપ્ટેમ્બર મહિનાની જો વાત કરવામાં આવે તો આ મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે, જો તમારે કોઈ પણ કામકાજ હોય તો જતા પહેલા રજાઓ ચકાશી લેવી જોઈએ નહી તો તમને ઘક્કો ખાવો પડી શકે છે.

આવતા મહિને સપ્ટેમ્બરમાં બેંકો 13 દિવસ માટે બંધ રહેશે.જો કે મહત્વની બીજી વાત એઅ પણ કે  દેશભરની તમામ બેંકો આટલા દિવસો સુધી બંધ રહેશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરાયેલી કેટલીક રજાઓ પ્રાદેશિક પણ  હોય છે. જેમાં રાજ્યની બેંકો બંધ રહેશે અને ક્યાંક ખુલ્લી પણ જોવા મળશે.

સપ્ટેમ્બરની તારીખ 1 લી એ  ગણેશ ચતુર્થી (બીજો દિવસ)  હોવાથી પણજીમાં બેંકો બંધ આ સાથે જસપ્ટેમ્બર 4 તારીખે રવિવાર ,સપ્ટેમ્બર 6 તારીખે  કર્મ પૂજા ના કારણે રાંચીમાં બેંકો બંઘ રહેશે, સપ્ટેમ્બર 7 તારીખે પ્રથમ ઓણમ હોવાથી કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે

આ સાથે જ સપ્ટેમ્બર 8 તારીખે તિરુનામ કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ હશે તો સાથે જ સપ્ટેમ્બરની  9 તારીખે  ઈન્દ્રજાત્રા-ગંગટોકમાં બેંક બંધ રખાશે બીજે દિવસે 10 તારીખે બીજો  શનિવાર હોવાથઈ બેંકો બંધ હશે. આ સાથે જ 11 અને 18 સપ્ટેમ્બરે રવિવારની રજા રહેશે

 બીજી તરફ સપ્ટેમ્બરની 21 તારીખે શ્રી નરવણે ગુરુ સમાધિ દિવસ  હોવાથી કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ હશે બે દિલસ બાદ 24મી તારીખે મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકો બંઠધ રહેશે તો બીજા દિવસે 25 તારીખે રવિવારની રજા રહેશે.સપ્ટેમ્બર 26 તારીખે નવરાત્રી સ્થાપના,લેનિંગથૌ સનમાહી કા મેરા ચૌરેન હૌબા, ઇમ્ફાલ અને જયપુરમાં બેંકો બંધ રાખવામાં આવશે.જતા પહેલા એક વખત આ યાદી જોઈ લેવી જેથઈ તમને ખ્યાલ આવી શકે કે કયા રાજ્યોમાં કયા તહેવારના દિવસે રજા મળી છે.