- પાર્લર કરતા ઘરે જ કરો ચહેરાની માવજત
- ડાર્ક પડેલી સ્કિનનો ગ્લો પાછો લાવવા કિચનની વસ્તુઓનો કરો ઉપયોગ
- મલાઈ,બેસન,મધ,હરદળ જેવી વસ્તુઓના ફેસપેક બનાવી અપ્લાય કરવો
સામાન્ય રીતે હવે પાર્લરના ખર્ચ મોંધા થયા છે, સ્કિન પર ફેસિયલ કે બ્લીચ કરાવીને તમે તમારા ચહેરાની માવજત કરો છો પરંતુ આમ કરવાથી લાંબા ગાળા કેમિકલ વાળઆ પ્રોડક્ટ તમારી સ્કિનને નુકશાન કરે છે આ માટે તમારે ઘરમાં જ રહેલી વસ્તુઓના ઉપયોગથી ડલ પડેલા ચહેરાને ચમકદાર બનાવવો જોઈએ, તમારા કિચટનમાં ઘણી એવી વસ્તુઓ છે જે સ્વાદની સાથએ સાથે સ્કિન પર ગ્લો લાવે છે તો ચાલો જાણીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જે ચહેરાને બનાવશે મચકદાર
આટલી વસ્તુઓનો ચહેરા માટે કરો ઉપયોગ ત્વચા કરશે ગ્લો
મધ
મધમાં કેટલાક ટીપાં લીંબુના રસના નાખીને તેમાં થોડું દહીં મિક્સ કરવું. ચહેરા પર લગાવી 15 મિનિટ રાખવું. ત્યારબાદ ચહેરો ધોઈ લેવો. આવું કરવાથી ચહેરા પરની ગંદકી તો દૂર થશે જ સાથે ચહેરો ગોરો અને ગ્લોઈંગ પણ બનશે.
બેસન
બેસન સ્ક્રેબનું કામ કરે છે તેમાં દૂધ ,ગુલાબજળ નાખીને પેસ્ટ બાનીવ અપ્લાય કરી શકો છો, ત્યાર બાદ તેને સુકાયા બાદ બન્ને હાથ વડે માલીશ કરવી જોઈએ જેથી ચહેરા પરની રુવાટીો પમ દૂર થાય છે અને ડલ સ્કિન સપુધરે છે, ચહેરો ચમકદાર બને છે
દૂધ
કાચા દૂધને ચહેરા પર કોટન વડે લગાવીને રહેવાદો, ત્યાર બાદ ચહેરો ઘોીલો આમ કરવાથી તડકાના કારણે ડાર્ક પડેલી સ્કિનનો ગ્લો પાછો આવે છે
એલોવેરા
ઓઇલી ત્વચા ધરાવનાર લોકો માટે એલોવેરા ખૂબ ફાયદાકારક છે. એલોવેરા એટલે કે કુવરપાઠું ચહેરામાં રહેલા તેલને શોષી લેવામાં મદદ કરે છે. એલોવેરા તમારી ડલ સ્કિન પર ગ્લો લાવે છે
હળદર
હળદર ચહેરાની કાળાશને દૂર કરે છે અને ચહેરા પર ગ્લો લાવે છે, હળદરને તમે ગુલાબજળ, દૂધ, મલાઈ અને બેસનમાં મિક્સ કરીને અપ્લાય કરી શકો છો.