- ઉપવાસમાં આ વસ્તુઓને ખાવાનું ટાળો
- ચૈત્રી નવરાત્રીમાં તો ભૂલથી પણ ન જમશો આ વસ્તુને
- નુક્સાન થવાની સંભાવના
આપણા દેશમાં લોકો ધર્મ અને આસ્થાને ધ્યાનમાં રાખીને ઉપવાસ કરતા હોય છે. અત્યારે પણ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને લાખોની સંખ્યામાં લોકો આ દિવસોમાં ઉપવાસ રાખતા હોય છે ત્યારે જાણકારો દ્વારા આ બાબતે કેટલીક વાતની જાણકારી આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ચૈત્રી નવરાત્રીના દિવસોમાં આ પ્રકારની વસ્તુઓને જમવી જોઈએ નહીં અને જો જમવામાં આવશે તો તેનાથી શરીરને નુક્સાન થવાની સંભાવના પણ વધી જાય છે.
એવું કહેવાય છે કે ઉપવાસ દરમિયાન ખોરાકમાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ અને તેથી જ કેટલાક લોકો આ સમયે દૂધ કે દહીં ખાય છે. દહીં અથવા તેની લસ્સી પેટની સમસ્યા ઊભી કરી શકે છે.
ઉપવાસના દિવસોમાં ભૂખ્યા પેટે ઠંડી વસ્તુઓને ખાવાનું પણ ટાળવું જોઈએ કારણ કે તેની વિપરીત અસર શરીર પર જોવા મળે છે. નિષ્ણાંતોના મતે ખાલી પેટે ઠંડી વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે. આમાં અપચો, કબજિયાત અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
આ ઉપરાંત ઘણી વખત લોકો ઉપવાસ દરમિયાન ભગવાનને ચઢાવેલા ફળોનું સેવન કરે છે. આ ફળોમાં સમાવિષ્ટ નારંગી એક ખાટા ફળ છે, જેને ખાલી પેટ ખાવાથી ગેસ કે હાર્ટબર્ન થઈ શકે છે. આ કારણે દિવસભર માથાનો દુખાવો પણ થઈ શકે છે.