મોબાઈલમાં ફોન કરતી વખતે વારંવાર નેટવર્ક પ્રોબલમ આવે છે,તો આ ફીચરને ઓન કરી દો
મોબાઈલ ફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જ જાય છે. લોકો ફોનથી હવે એ રીતે જોડાઈ ગયા છે કે તે હવે શરીરનું અંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આવામાં સામાન્ય વાત છે કે આટલા બધા મોબાઈલ યુઝર્સ વધે એટલે નેટવર્ક પર ભાર આવવાનો અને નેટવર્કની તકલીફ પણ થવાની, પણ આવામાં જો મોબાઈલમાં એક ફીચરને ઓન કરી દેવામાં આવે તો સમસ્યા દુર થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે નેટવર્ક પ્રોબ્લેમના કારણે ઘણીવાર કોલ ડ્રોપ જેવી સમસ્યા આવે ત્યારે તેના માટે તમારે વાઈફાઈ કોલિંગ (Wi-Fi Calling) ફીચર ઓન કરવું પડશે. Wi-Fi કૉલિંગ એ નવો કોન્સેપ્ટ નથી. ઘણા ટેલિકોમ ઓપરેટરો પણ ભારતમાં આ સુવિધા પ્રોવાઈડ કરે છે. આ ટેક્નોલોજીથી તમે ઓછા નેટવર્ક કવરેજમાં પણ કોલ ડ્રોપ વગર વાત કરી શકો છો. હવે મોટાભાગના સ્માર્ટફોન Wi-Fi કૉલિંગને પણ સપોર્ટ કરે છે.
આ વિકલ્પ એવા લોકો માટે ખૂબ જ સારો છે જેમની પાસે મોબાઇલ નેટવર્ક ઓછું છે પરંતુ, તેમના ઘર અથવા ઓફિસમાં Wi-Fi કનેક્શન છે. જેમ કે Wi-Fi કૉલિંગ નામ પરથી જ જાણી શકાય છે કે વપરાશકર્તાઓને Wi-Fi નેટવર્ક દ્વારા કૉલ કરવાની મંજૂરી આપે છે.
VoWi-Fi (Voice Over Wi-Fi) તમને Wi-Fi નેટવર્ક પર વૉઇસ અથવા વિડિઓ કૉલ્સ કરવાની મંજૂરી આપે છે. આ સાથે, ટેલિકોમ ઓપરેટર્સ વપરાશકર્તાઓને નેટવર્કની જગ્યાએ ઇન્ટરનેટ પર કૉલ કરવાની મંજૂરી આપે છે. આના કારણે, જો તમારી પાસે નેટવર્ક કવરેજ ઓછું હોય, તો પણ તમને ક્રિસ્ટલ ક્લિયર કૉલિંગ અનુભવ મળશે.