Site icon Revoi.in

આઈબ્રો પર ખંજવાળ આવે છે, તો અપનાવો આ ઉપયા અને લાવી દો નિરાકરણ

Social Share

કેટલાક લોકોને આંખોની ઉપરના ભાગમાં વધારે વાળ આવતા હોય છે, જેને આઈબ્રો પણ કહેવામાં આવે છે. આ જગ્યા પર વધારે વાળ આવવાના કારણે કેટલાક લોકોને ત્યાં ખંજવાળ પણ વધારે આવતી હોય છે અને આ જગ્યા પર આવતા વાળ એટલા મુલાયમ હોય છે કે તે ક્યારેક ખંજવાળવાથી તૂટી પણ જાય છે અને ત્યાં ફોડલી પણ થતી હોય છે.

આવામાં આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે જો તેના માટે સરળ પગલા લેવામાં આવે તો.. જાણકારો અનુસાર ત્વચાની વધતી શુષ્કતા અથવા કોઈપણ પ્રકારની એલર્જીને કારણે, લોકોને ત્વચા પર ખંજવાળ આવે છે, પરંતુ કેટલીકવાર કેટલાક લોકોની ભ્રમર એટલે કે આઈબ્રોમાં પણ ખંજવાળ આવે છે.

આઇબ્રો પર ખંજવાળ અને વાળ ખરવાની સમસ્યાના ચોક્કસ કારણો નિષ્ણાત અથવા ત્વચારોગ વિજ્ઞાની પાસેથી શોધો અને તમે સલાહ મુજબ સારવાર શરૂ કરી શકો છો. તે જ સમયે, ઘરેલું ઉપચાર તરીકે, કેટલીક કુદરતી વસ્તુઓ અને આવશ્યક તેલથી માલિશ કરવાથી રાહત મળી શકે છે. વાળ અને ત્વચા માટે ફાયદાકારક ગણાતા એરંડાના તેલનો ઉપયોગ ત્વચાની વિવિધ સમસ્યાઓમાં પણ રાહત મેળવવા માટે કરવામાં આવે છે. આઈબ્રોમાં ખંજવાળ દૂર કરવા એરંડાનું તેલ લગાવી શકાય છે. આ માટે એરંડાના તેલમાં રૂ પલાળી રાખો અને તેને રાત્રે સૂતા પહેલા આઈબ્રો પર લગાવો. બીજા દિવસે સવારે પાણીથી ચહેરો ધોઈ લો.

જેમ કે આઇબ્રો શેપિંગ એ ચહેરાને સુંદર બનાવવા માટે ખૂબ જ લોકપ્રિય રીત છે અને માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરૂષો પણ તેમની આઇબ્રોને આકારમાં રાખવા માટે થ્રેડિંગ અને વેક્સિંગ દ્વારા તેમની આઇબ્રો કરાવવાનું પસંદ કરે છે. ઘણી વખત વેક્સિંગ અથવા થ્રેડિંગની પ્રક્રિયા ત્વચાને નુકસાન પહોંચાડે છે, જેના કારણે આઇબ્રોની આસપાસની ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે અને વાળ પણ ખરવા લાગે છે.