Site icon Revoi.in

સ્માર્ટફોનમાં નથી આવતો ક્લિયર અવાજ તો અપનાવો આ ચાર ટ્રિક્સ, સર્વિસ સેન્ટર જવું નહી પડે

Social Share

સુપરફાસ્ટ ઇન્ટરનેટ અને સુપરફાસ્ટ જીવન સાથે, સ્માર્ટફોન લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ઈલેક્ટ્રોનિક સામાનમાં ઘણી વખત કોઈ સમસ્યા હોય છે. સ્માર્ટફોન પર વાત કરતી વખતે અવાજ સરખી રીતે સાંભળાતો ના હોય. તમને એવી ચાર ટ્રિક્સ જણાવીએ જેના દ્વારા તમે સર્વિસ સેન્ટરમાં ગયા વિના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સ્પષ્ટ અવાજ ના આવવાની સમસ્યાને દૂર કરી શકો છો.

• માઈક્રોફોન કે સ્પિકરને ચેક કરો
ફોનના અવાજ કે વોઈસની ક્વોલિટીમાં સુધારો કરતા પહેલા, તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા ફોનના માઇક્રોફોન, ઇયરફોન અને સ્પીકરને ચેક કરો. ઘણી વખત તે ગંદા હોવાને કારણે અવાજની ક્વોલિટી પણ ઘટી જાય છે. એવું કહેવાય છે કે, તેને સાફ કરવાની સરખી રીત સુપર સોફ્ટ બ્રિસ્ટલ ટૂથબ્રશ છે. ક્યારેક ફોનનો પ્રોટેક્ટિવ કેસ ફોનની કોલિંગ ક્વોલિટી પણ બગાડે છે.

• હાઈ-ક્વોલિટી કોલિંગને કરો ઓન
વૉઇસ કૉલિંગ ક્વોલિટી સુધારવા માટે, HD વૉઇસ અથવા VoLTE ફીચર ઓન કરી શકો છો. ઘણા એન્ડ્રોઇડ ફોનમાં, તમે સરળતાથી કહી શકો છો કે ફોનમાં HD વૉઇસ એક્ટિવેટ છે કે નહીં. તમારો ફોન ઘણો જૂનો છે, તો તમારા ઓપરેટરને કૉલ કરી શકો છો કે આ સુવિધા કેવી રીતે ચાલુ કરવી.

• વાઈ-ફાઈ કોલિંગ
કૉલ કરી રહ્યાં છો ત્યાંથી સેલ્યુલર સિગ્નલ કમજોર છે, તો ફોનમાં Wi-Fi કૉલિંગનો ઓપ્શન ઓન કરી શકો છો. નબળા નેટવર્કમાં વાત કરવા કરતાં Wi-Fi કૉલિંગ વધુ સારો વિકલ્પ છે. ધ્યાનમાં રાખવું કે Wi-Fi કૉલિંગ માટે, ફોન અને કેરિયર બંનેનો સપોર્ટ હોવો ખૂબ મહત્વપૂર્ણ છે.

• એપ્સ દ્વારા કોલિંગ
તમારી પાસે Wi-Fi નથી અથવા Wi-Fi નેટવર્ક નથી, તો કૉલ કરવા માટે Google Duo, WhatsApp, Messenger જેવી એપ્સનો ઉપયોગ કરી શકો છો.

#SmartphoneTips#AndroidTips#ClearVoiceCalls#PhoneTroubleshooting#MicrophoneCheck#SpeakerQuality#HDVoice#VoLTE#WiFiCalling#CallQuality#TechTricks#SmartphoneFixes#VoiceCallTips#AppCalling#MobileTech