કોપરેલમાં આટલી વસ્તુઓ નાખી ગરમ કરીને તેને વાળમાં લગાવામાં આવે તો અનેક સમસ્યાઓ થાય છે દૂર
ચોમાસું આવતાની સાથે જ આપણે આપણા શરીરની વધારે પડતી કાળજી લેવી પડતી હોય છે, જેમાં વાળની કાળજી પણ ખાસ લેવામાં આવે છે, ચોમાસામાં આપણા વાળ રુસ્ક, બેજાન અને બે મો વાળા થવાની દરેકને ફરીયાદ રહેતી હોય છે, ત્યારે આવા સમયે આપણે મોંધા મોંધા શેમ્પુ અને મોંધી ટ્રિટમેન્ટ કરાવવાનું પસંદ કરતા હોય છે, જો કે દરેક લોકો માટે આ બન્ને વસ્તુ શક્ય પણ નથી હોતું, ક્યારેક વધારે પડતો ખર્ચ આપણાને નડે છે તો ક્યારે આ માટે બહાર જવાનો સમય નથી હોતા,
વાળની કાળજી આપણે આપણા ઘરે રહીને પણ રાખી શકીએ છે, ખાસ કરીને કેટલાક એવા શાકભાજીઓ પણ છે કે જેનો ઉપયોગ સાદા કોપરેલમાં કરવાથી કોપરેલ ગુણકારી બને છે અને વાળને સુંદર બનાવે છે, ઘરમાં રહેલી વસ્તુઓ પણ એવી છે જેનાથી આપણે જાતે જ આપણા સાદા નારિયેળના ઓઈલને અસરકારક અને ગુણકારી બનાવી શકીએ છે તેની સાથે સાથે આપણ સસ્તી અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણું રોજીંદાનું કન્ડિશનર પણ બનાવી શકીએ છીએ, જેમાં ખર્ચ પણ ઓછો આવે છે અને બહાર જવા માટે સમય નિકાળવો પડતો નથી.આ સાથે જ કુદરતી વનસ્પતિઓનો ઉપયોગ કરવાની વાળને કંઈજ નુકશાન પણ થતું નથી.
હેરઓઈલ અને કન્ડિશનરને બનાવો વધુ સારું ઘરેલું નુસ્ખાથી
- સાદા કોપરેલમાં કઢી લીમડાના પાન નાખીને તેને ગરમ કરી વાળમામં લગાવવાથી વાળ કાળા ઘટ્ટ બને છે
- કડવા લીમડાને સાદા કોપરેલમાં નાખી ગરમ કરવાથી વાળ સુંદર બને છે અને ખોળોની સમસ્યામાંથી છૂટકારો મળે છે
- દુધીની છાલને કોપરેલમાં નાખીને ગરમ કરી કોપરેલ લગાવવાથી વાળ મજબુત બને છે
- વાળને સુંદર બનાવવા માટે દહી અને મધ મિક્સ કરીને તેનો લેપ વાળમાં કન્ડિશનરની જેમ લગાવવાથી નાળ મુલાયમ બનશે
- કોપરેલમાં લીબુંનો રસ મિક્સ કરીને માલીસ કરવાથી પણ ખોળો દૂર થાય છે
- એક નંગ કેળું, તેમાં 2 ચમચી મધ અને સાદુ કોપરેલ 50 ગ્રામ મિકસ કરી તેની પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ કન્ડિશનરની જેમ કરવાથી વાળ ખૂબજ સુંદર અને મુલાયમ બને છે
- એલોવીરાનો રસને રાતે સુતા વખતે વાળમામ લગાવીને સવારે હુફાળા પાણીથી ઘોવાથી વાળ રુસ્ક નહી થાય અને બે મોહ વાળા વાળમાંથી છૂટકારો મળશે.
- આંબળાનો રસ અને બદામનું તેલ પણ વાળ માટે ગુણકારી છે તેનું માલીસ કરવાથી વાળ સફેદ થતા અટકે છે
- આમળાને પણ તમે તેની પેસ્ટ બનાવી વાળમાં અપ્લાય કરી શકો છો તેનાથઈ વાળ ઘટ્ટ અને કાળા બનેછે.
- બીટનો રસ તથા બીટની પેસ્ટ નાવીને વાળમાં લગાવવાથી પણ વાળ સુંદર સિલ્કી અને ઘટ્ટ થાય છે.