બાઈકની એવરેજ વધારવા જો આ કામ કરવામાં આવે તો થઈ શકે છે મોટુ નુકશાન
પેટ્રોલના ભાવમાં સતત વધારવાને કારણે કેટલાક લોકો તેમની બાઇકની એવરેજ વધારવા માટે આવા કામો કરે છે, પછી પરેશાન થઈ જાય છે. તમને જણાવીએ છીએ કે, બાઇકમાં એવરેજ માટે કેવા પ્રકારના સેટિંગ ટાળવા જોઈએ.
• ઓછી એવરેજથી પરેશાની
દેશમાં ઘણા લોકો તેમની બાઇકને લઈને લાપરવાહી કરે છે. જેના કારણે બાઇકની એવરેજ ખાસી ઘટી જાય છે. જે બાદ પેટ્રોલનો ખર્ચો વધે છે અને કેટલાક લોકોના બજેટને પણ તેની અસર થાય છે.
• ખાસ ટ્યુનિંગથી પરેશાની
કેટલાક લોકો તેમની બાઇકની ઓછી એવરેજથી પરેશાન થઈ જાય છે. ઘણી વખત તે મિકેનિક પાસે જાય છે અને બાઇકમાં આ પ્રકારનું ટ્યુનિંગ કરાવે છે. જેના કારણે બાઇકની એવરેજ સારી બને છે. પણ આ પ્રકારનું સેટિંગ કરાવવાથી નુકશાન લાંબા સમયે દેખાય છે.
• ના કરાવો આ કામ
મિકેનિક દ્વારા બાઇકની સારી એવરેજ માટે ટ્યુનિંગ કરવામાં આવે છે. આમાં, બાઇકના કાર્બ્યોરેટર દ્વારા પેટ્રોલની માત્રા ઓછી કરવામાં આવે છે. આમ કરવાથી બાઇકની એવરેજ વધે છે. પણ આવા સેટિંગથી બાઇકના એન્જિનને મોટું નુકસાન થાય છે.
• કેમ થાય છે નુકશાન
કાર્બ્યોરેટરની ટ્યુનિંગને કારણે બાઇકના એન્જિનને નુકસાન થાય છે. એકવાર કાર્બ્યોરેટરમાં ટ્યુનિંગ થઈ જાય પછી, પેટ્રોલ ઓછુ એન્જિન સુધી પહોંચે છે. ઓછી માત્રામાં પેટ્રોલ ઉપલબ્ધ હોવાને કારણે બાઇકની એવરેજ સારી બને છે. પણ તેના લીધે એન્જિનને વધુ ક્ષમતા પર કામ કરવું પડે છે. વધારે ક્ષમતા પર કામ કરવાના લીધે એન્જિનના અંદરના પાર્ટ્સ જલ્દી ખરવા લાગે છે અને લાંબા સમય સુધી આને લીધે એન્જિન બંધ પણ થઈ શકે છે. જેના કારણે એન્જિન રિપેર કરાવવામાં સમય અને પૈસા બંને બગડે છે.