- જૂનાગઢના ભાટગામની ઘટના
- બિન કાયદેસર રીતે સાડી ધોવાના ઘાટ શરૂ
- શહેરના રસ્તાઓ પર કેમિકલયુક્ત પાણી વહેતું થયું
રાજકોટ :જૂનાગઢમાં આવેલા ભેંસાણનાં સુખપુર અને ભાટગામ ખાતે બિન કાયદેસર સાડી ધોવાના ઘાટ ફરીથી શરૂ થયા, જેના કારણે રસ્તા ઉપર લાલ પાણી નીકળતા રાહદારીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
આ કેમિકલ યુક્ત પાણીથી પશુ પક્ષી અને માલઢોરને ભારે નુકસાની થાય છે. જે લાલપાણીથી માનવ શરીરને અને માલઢોરની ચામડીને ભારે નુકસાન થાય છે.
આજુબાજુના ગામોના બોર અને વાડીમાં નવાપાણી આવતા બંધ થયા છે. આગામી દિવસોમાં ભારે ખરાબ અસર જોવા મળે તેવી સંભાવના છે, માટે માનવતાના ધોરણે આગેવાનો અને વહીવટી તંત્રને અરજ છે. કોઈના માલિકીના રસ્તા ઉપર જે પાણીની લાઈનો દાટવામાં આવી છે જે વારંવાર તૂટી જાય છે.
આ પાણીની જે બિન કાયદેસર નાખવાંમાં આવેલી લાઇન છે તે બંધ કરી દેવાની મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. મામલતદારને ગ્રામજનોની રજૂઆતો ધ્યાને લઇને કાયદેસરની કાર્યવાહી કરી સુખપુર અને ભાટગામ તેમજ સમગ્ર તાલુકામા જ્યાં જિયા સાડીના ધોલાઈ ઘાટ તોડી પાડવામાં આવે તેવી તંત્ર પાસે ગ્રામજનોએ અપેક્ષા રાખી છે.