Site icon Revoi.in

અમેરિકાને પ્રતિબંધ લગાવવા હોય તો લગાવે, ભારત પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરશે: એસ જયશંકર

Social Share

નવી દિલ્હી: ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઈલ સિસ્ટમને ખરીદવાની ડીલને લઈને ભારતના વિદેશમંત્રી એસ જયશંકર દ્વારા મહત્વની પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશમંત્રી દ્વારા સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું કે જો રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદવાને લઈને અમેરિકા ભારત પર CAATSA કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા માંગતું હોય તો લગાવી શકે છે, પરંતુ ભારતને પોતાની સુરક્ષાની કરવાની છે.

CAATSA અમેરિકાનો એક કાયદો છે જેના હેઠળ તે રશિયા પાસેથી મહત્વપૂર્ણ  સંરક્ષણ સોદા કરનાર દેશો પર પ્રતિબંધ લગાવે છે. ભારતે જ્યારે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમનો સોદો કર્યો ત્યારે અમેરિકા તરફથી એવા સંકેત મળ્યા હતા કે અમેરિકા ભારત પર આ કાયદાનો ઉપયોગ કરી શકે છે પરંતુ અમેરિકાએ તે સમયે કોઈ પ્રતિબંધ લગાવ્યો નહોતો.

અમેરિકામાં ઘણા મુદ્દા પર આપવામાં આવેલા તેમના નિવેદન હાલ ઘણા ચર્ચામાં છે. રશિયા પાસેથી ભારત તેલ ખરીદતું હોવાથી અમેરિકા સતત દબાણ વધારી રહ્યું છે, ત્યારે તેનો પણ આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. જોકે, ભારત રશિયા પર અમેરિકા અને તેના સહયોગિઓના પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં પણ તેમની પાસેથી તેલની ખરીદી કરી રહ્યું છે, જેણે લઈને અમેરિકા સતત ભારત પર તેલ ના ખરીદવા માટે દબાણ બનાવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જો તમને રશિયા પાસેથી ભારતની ઉર્જા ખરીદવાની ચિંતા છે તો મારી સલાહ છે કે તમારે યૂરોપ પર ધ્યાન આપવું જોઈએ. અમે અમારી ઉર્જા સુરક્ષા માટે થોડી માત્રામાં રશિયા પાસેથી ઉર્જા આયાત કરીએ છીએ. પરંતુ તમે આંકડા જોવો, અમે જેટલું તેલ રશિયા પાસેથી એક મહિનામાં નથી ખરીદ્યું, તેનાથી અનેક ઘણું તેલ યુરોપ રશિયા પાસેથી એક દિવસમાં ખરીદે છે.

યુક્રેનમાં રશિયા દ્વારા મીલીટરી ઓપરેશન ચલાવવામાં આવતા અમેરિકા દ્વારા રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધોને લગાવવામાં આવ્યા છે અને રશિયાને આર્થિક રીતે નુક્સાન પહોંચાડવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવામાં અમેરિકા દ્વારા તેવું પણ ઈચ્છવામાં આવી રહ્યું છે કે ભારત પણ રશિયા સાથેના પોતાના કેટલાક સંબંધોને ઓછા કરી દે અને રશિયા પર નિર્ભર રહેવાનું ઓછું કરીને અન્ય દેશ પર ધ્યાન આપે.