“મોદીની ખોપરીમાં જો ગોળી મારી દઈએ”: વીડિયો જોઈને ભાજપે ચૂંટણી પંચને કરી ફરિયાદ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોના એલાનની સાથે જ એક તરફ જ્યા પ્રચાર અભિયાન તેજ થઈ ચુક્યું છે. તો બીજી તરફ નેતાઓની જીભ પણ તેના તેવર દેખાડી રહી છે. ઘણીવાર મર્યાદાની દરેક સીમા લાંઘતા દેખાતા નેતાઓનું આવું જ એક કારનામું સામે આવ્યું છે. ભાજપે સોશયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેયર કરતા દાવો કર્યો છે કે આરજેડીના એક નેતાએ પીએમ મોદી પર બેહદ વાંધાજનક ટીપ્પણી કરી છે. ભાજપે ઝારખંડના ડીજીપી અને ચૂંટણી પંચને ફરિયાદ કરીને કાર્યવાહીની માગણી કરી છે.
ઝારખંડમાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ માત્ર પાંચ સેકન્ડનો એક વીડિયો મૂક્યો છે. વીડિયોમાં કેટલાક લોકો બેસીને વાતચીત કરતા દેખાય રહ્યા છે અને પાછળ બેનર પર ઈન્ડિયા લખેલું છે. ભાજપનો દાવો છે કે આ બેઠક ઈન્ડિયા ગઠબંધનની છે. તેમાં એક વ્યક્તિ એમ કહેતો સંભળાય રહ્યો છે કે આપણે જો મોદીની ખોપરીમાં ગોળી મારી દઈએ, તો તેને શું ખોટું કહેવામાં આવશે? જો કે બેહદ નાની વીડિયો ક્લિપમાં આના પહેલા અને આગળની કોઈ વાત નથી. આ વીડિયોની રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા કોઈપણ રીતે પુષ્ટિ કરતું નથી.
देखिए Indi गठबंधन की बैठक का एजेंडा.
चार दिन पहले झारखंड के कोडरमा में हुई Indi गठबंधन की बैठक में RJD के नेता अवधेश सिंह यादव मोदी जी की खोपड़ी में गोली मारने की बात कर रहे हैं.
अपनी हार को करीब आते देख ठगबंधन की सभी पार्टियां और उनके नेता अपनी मानसिक संतुलन खो बैठे है.
Indi… pic.twitter.com/1eLtqeE3nw
— Babulal Marandi (Modi Ka Parivar) (@yourBabulal) March 19, 2024
બાબુલાલ મરાંડીએ પોતાના સોશયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેયર કરતા લખ્યુ છે કે જુઓ ઈન્ડી ગઠબંધનની બેઠકનો એજન્ડા. ચાર દિવસ પહેલા ઝારકંડના કોડરમામાં થયેલી ઈન્ડી ગઠબંધનની બેઠકમાં આરજેડી નેતા અવધેશ સિંહ યાદવ મોદીજીની ખોપરીમાં ગોળી મારવાની વાત કહી રહ્યા છે. પોતાની હારને નજીક આવતી ભાળીને ગઠબંધનની તમામ પાર્ટીઓ અને તેના નેતા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. ઈન્ડી ગઠબંધન ચાહે જે ષડયંત્ર રચી લે, મોદીજી સાથે તેમનો 140 કરોડનો પરિવાર ઉભો છે. તેમણે ચૂંટણી પંચ અને ડીજીપીને ટેગ કરીને કાર્યવાહીની માગણી કરતા લખ્યું છે કે આદરણીય વડાપ્રધાનજીને ગોળી મારવાની વાત કરનારા આ ગુનેગારને તાત્કાલિક એરેસ્ટ કરીને જેલની હવા ખવડાવો.