- વધાર પડતી ખંજવાળ આવે છે?
- તો ચેતી જાવ અત્યારે જ
- ડોક્ટરને કરો સંપર્ક
ઉનાળાનો સમય છે, લોકોને ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે. આવામાં ગરમીમાં થતા પરસેવાને કારણે પણ લોકોને કેટલીક વાર ખંજવાળ આવતી હોય છે આવામાં જો કોઈ વ્યક્તિને વધારે પડતી ખંજવાળ આવે છે તો તે વ્યક્તિએ આ વાતને લઈને સતર્ક થવું જોઈએ અને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
વાત એવી છે કે લિવરપુલ યુનિવર્સિટીના પ્રોફેર ફ્રાંસિસ મૈક્લોન મુજબ, એક સામાન્ય વ્યક્તિને સરેરાશ દિવસમાં 97 વખત ખંજવાળ થાય છે. વૃક્ષ અને જીવ-જંતુઓ લોકોની ત્વચા માટે એક ટોક્સિન છોડતા હોય છે. જેના કારણે લોકોના શરીરમાં ઈમ્યૂટન સિસ્ટમથી હિસ્ટૈમિનનો સ્ત્રાવ થાય છે. જેના કારણે લોકોને ખંજવાળ થતી હોય છે.
ખંજવાળ વિશે પ્રથમ વખત 16મીં શતાબ્દીમાં ઓળખ થઈ હતી. સૈમુઅલ હાફેરફેર નામક જર્મન ફિઝિશિયને સૌપ્રથમ આ સમસ્યા વિશે લોકોને જણાવ્યું હતુ. તેમણે પ્રથમ વખત જણાવ્યું હતુ કે, ખંજવાળ શું છે.
વર્ષ 1948માં અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ખંજવાળ પર એક રિસર્ચ પેપરમાં છાપવામાં આવ્યું હતુ. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, ખંજવાળ થતા લોકો પોતાના શરીરને તકલીફ આપતા હોય છે, જોકે ખંજવાળથી લોકોને રાહત પણ મળતી હોય છે
જો કે ખંજવાળને લઈને ક્યારેક ઈન્ફેક્શન જેવી બીમારીઓ પણ થઈ જાય છે અને આગળ જતા ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ખંજવાળને પણ હળવાશથી લેવી જોઈએ નહી.