જ્યારે પણ પોતાની સારવાર કે ધ્યાન રાખવાની વાત આવે ત્યારે આપણા દેશમાં મોટાભાગના લોકો આળશ કરતા હોય છે. દરેક લોકો ઈચ્છે છે કે તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન મળે, લોકોને આ પ્રકારે જીવન મળે પણ છે પણ ક્યારેક પોતાની આળસના કારણે તેઓ આગળ જતા હેરાન પણ થતા હોય છે. હાલ વાત કરીએ ચામડીને લગતા રોગની તો, મોટાભાગના લોકોને આ બાબતે જાણ હોતી જ નથી અને તેઓ હેરાન થતા રહેતા હોય છે.
જો તમને પણ શરીરના કોઈ પણ ભાગમાં, ખંજવાળ વધારે પ્રમાણમાં આવે તો આ બાબતે તેમણે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે આ ચામડીને લગતી પણ સમસ્યા હોઈ શકે છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે, તો અર્ટિકેરિયાનો રોગ ભલે કોઈને પણ થઈ શકે, પરંતુ બાળકો અને 20 વર્ષથી લઈને 40 વર્ષની વય લોકોને આ રોગનું જોખમ વધું હોય છે.
આ ઉપરાંત તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જો પહેલેથી જ કોઈ એલર્જીક બીમારી છે, તો પ્રદૂષણને કારણે તમારી બીમારી વધી શકે છે. તેથી માસ્ક પહેરવાનો પ્રયાસ કરો અને પુષ્કળ પાણી પીવો જેથી તમારા શરીરના ભાગોને ઓછામાં ઓછું નુકસાન ન થાય.
ક્યારેક તો ખાવાના કારણે પણ આ પ્રકારે સમસ્યાઓ થતી હોય છે. ખાવાની ખોટી આદતો આ રોગ સાથે સીધો સંબંધ ધરાવે છે. આ રોગમાં સૌ પ્રથમ ત્વચા પર લાલ ફોલ્લીઓ દેખાય છે જેમાં દર્દીને તીવ્ર ખંજવાળ આવે છે. કેટલીકવાર આ ફોલ્લીઓ જાતે જ દૂર થઈ જાય છે, પરંતુ જો દૂર ન થાય તો ચોક્કસપણે ત્વચારોગ નિષ્ણાંતની સલાહ લો.
ઉલ્લેખનીય છે કે જ્યારે પણ કોઈને કોઈ પણ સમસ્યા જણાય તો તેમણે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, આ માહિતીને માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારના ઉપાય ઘરે જાતે ડોક્ટરને બતાવ્યા વિના કરવા જોઈએ નહી.