Site icon Revoi.in

જો તમને પણ ખોરાક પચાવવામાં સમસ્યા છે, તો અપનાવો આ સરળ રસ્તો

Social Share

આજકાલ લોકોનો જમવાનો સમય નક્કી હોતો નથી,આ પાછળના કારણ હોઈ શકે કે તેઓ કામમાં વ્યસ્ત રહેતા હોય છે અથવા જમવાનો સમય જાણી જોઈને નક્કી રાખતા નથી. જો કે આ કારણોથી લોકોને અપચાની બીમારી થઈ જતી હોય છે અને ખોરાક પેટમાં પચતો નથી અને સમસ્યા ઉભી થાય છે.

જ્યારે આવું થાય ત્યારે લોકોએ પોતાની ખાવાની રીતમાં થોડો બદલાવ લાવવો જોઈએ. જાણકારી અનુસાર વિટામીન સીની સાથે સાથે લીંબુમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ મળી આવે છે. તેમાં ફાઈબર પણ સારી માત્રામાં હોય છે જે પાચનમાં મદદ કરે છે. તમે લીંબુ પાણી અથવા લીંબુનો રસ સલાડમાં નિચોવીને પણ ખાઈ શકો છો.

આ ઉપરાંત સરસવના દાણામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે અપચોની સમસ્યાને દૂર કરે છે. તે ગેસ અને પેટનો દુખાવો પણ મટાડે છે. અને નારંગી ફાઇબરથી ભરપૂર ફળ છે જે દ્રાવ્ય ફાઇબર પેક્ટીનથી સમૃદ્ધ છે. સંશોધકોનું માનવું છે કે, તેમાં laxative હોય છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે. તે કબજિયાતની સમસ્યામાં પણ સારું કામ કરે છે. સંતરાનો રસ પીવાથી તમને પેટની સમસ્યાઓથી જલ્દી રાહત મળશે.

આદુમાં જોવા મળતા જીંજરોલ અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ ગુણ પેટના રોગોને દૂર કરવામાં ફાયદાકારક છે. તે અપચો અને પેટમાં બનેલો ગેસ બંનેથી છુટકારો અપાવે છે.