શું તમને પણ વારંવાર આંખોમાં ખંજવાળ આવે છે, તો જોઈલો આ નુસ્ખાઓ
આંખોને દરરોજ ગુલાબના પાણીથી વોશ કરવી જોઈએ
સમય મળે ત્યારે આંખોમાં ઠંડાપાણીની છલાક મારવી જોઈએ
આંખો પર હળવા હાથે માલિશ કરવું જોઈએ
સામાન્ય રીતે આજનું જે જીવન આપણે જીવી રહ્યા છે તેમાં અનેક શારિરીક મુશ્કેલીઓ આવવી સામાન્ય વાત બની ગઈ છે, જો કે વાત સામાન્ય બની છે પરંતુ આ પ્રકારની મુશ્કેલીઓ તો જોખમી જ બની રહી છે, જેમે કે વધુ પડતા સ્ક્રીન સામે જાવોતી આંખોની સમસ્યાઓ થઈ રહી છે,આંજે વાત કરશું આંખમાં આવતી ખંજવાળની ,ઘણા લોકોને વારંવાર આંખોની અંદર અથવા તો આંખોની બરાહ ખંજવાળ આવતી હોય છે, આ વાતને ક્યારેય અવગણવી નહી, ક્યારેક લાંબા સમયે આ ખંજવાળ તમારી આંખ માટે અભિશ્રાપ પણ બની શકે છે,
જો તમને આ ખંજવાળની સમસ્યા હોય તો ઘરે રહીને તેની કાળજી લઈ શકાય છે, બસ તેના માટે તમારો થોડો સમય તમારા આંખની કાળજી પાછળ આપવો પડશે.
અપનાવ ોા ઘરેલું નુસ્ખાઓ
દરરોજ બહારથી ઘરે આવો ત્યારે ઠંડા પાણીથી આંખોને ઘોવાનું આદત રાખો, ત્યાર બાદ આંખોને તમે ગુલાબના પાણીથી પણ સાફ કરી શકો છો જે આંખોને ઠંડક આપવાનું કામ કરે છે, અને ખંજવાળ મટાડવાનું કામ કરે છે.
આ સાથે જ આંખો પર કાકડીને લગાવો.પછી 15 થી 20 મિનિટ માટે સંપૂર્ણ આરામ કરો. દિવસમાં ચારથી પાંચ વખત કરવાથી આંખોની ખંજવાળમાંથી રાહત મળે છે
ફ્રીજમાં મૂકેલું ઠંડુ દૂધ પણ આંખોની ખંજવાળને દૂર કરે છે.દૂધમાં કોટન રૂ બોળીને તેને આંખો પર 2 થી 5 મિનિટ સુધી મૂકી રાખો આમ કરવાથી બળતરા અને ખંજવાળ બન્ને મટે છે.
ગુલાબ પણ આમખો માટે સારો ઈલાજ ગણાય છે,આ માટે રોઝની પાંદડીઓ ચોખ્ખા પાણીમાં પલાળી દો અને તે પાણીમાં કોટન ડુબાડીને આંખો પર મુકો.
આ સાથે જ એલોવેરા પેસ્ટમાં થોડું મધ નાખીને આ પેસ્ટને આંખો પર લગાવી આંગળીથી મસાજ કરો આમ કરવાથી ખંજવાળ મટે છે
આ સાથે જ કાચા બટાકાની સ્લાઈસ આંખો પર રાખવાથી ખંજવાળ દૂર થાય છે.પરંતુ તે પહેલા બટાકાને છોલીને તેની સ્લાઈસ કરીને બરાબર પાણી વડે ઘોઈ લેવી.
ગાયનું કાચૂ દૂધ આંખો પર લગાવીને 10 મિનિટ આંખો બંધ કરી આરામ કરવાથી આંખોની બળતરામાં રાહત થાય છે.