દરેક વ્યક્તિ કે જે બીમાર પડે છે અથવા તેના શરીરમાં કઈ પણ તકલીફ થાય છે તેની પાછળ તેનું અયોગ્ય ભોજન અને તેની કેટલીક ખોટી આદતો જ જવાબદાર હોય છે. આવામાં જે લોકોને આવી ખરાબ આદત હોય તો તે લોકોએ સૌથી વધારે સતર્ક થવું પડે અને ધ્યાન રાખવું પડે.
સૌથી પહેલા વાત કરીએ મીઠાની તો ઘણા લોકોને વધુ પડતું મીઠું ખાવાની આદત હોય છે. વધુ પડતું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. તેનાથી તમારા શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે. આ સિવાય તમારી ત્વચા પણ નિસ્તેજ દેખાય છે.
આ આદત તો મોટાભાગના લોકોને હોય છે કે ધુમ્રપાન – કેટલાક લોકોને તો આ આદત એવી હોય છે કે તેના વગર રહી પણ શકતા નથી. આવામાં ધૂમ્રપાન કરનારાઓના ચહેરા પર કરચલીઓ પડી જાય છે. ધૂમ્રપાન દરમિયાન નીકળતો ધુમાડો મુક્ત રેડિકલનું કારણ બને છે. તેના કારણે તમારી ત્વચા સમય પહેલા વધુ પરિપક્વ દેખાવા લાગે છે. તમે ઉંમર કરતા વધારે મોટા દેખાવા લાગશો. આ સિવાય ધૂમ્રપાન તમારા ફેફસાંને અસર કરે છે.
જો ઉંઘ યોગ્ય રીતે પૂરી ન થાય તો પણ આ સમસ્યા વધી શકે છે. ઊંઘ ન આવવાથી તણાવ વધે છે અને તેની અસર ચહેરા પર જોવા મળે છે. જેના કારણે આંખોની નીચે કાળા કુંડાળા દેખાવા લાગે છે. ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. તેથી ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લો.