જો તમને પણ છે આવી આદતો તો ચેતી જજો, કિડની પર થઈ શકે છે ખરાબ અસર
- કિડનીને સ્વસ્થ રાખવા ખરાબ ટેવ છોડી દો
- તનમારા આહાર પર ધ્યાન આપો
- સતત ચાલવાની આદત રાખો
જીવનમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણા આરોગ્યને નુકશાન થઈ શકે છે આવી જ બાબતો કિડનીને લગતી પણ છે જે તમારી કિડની પર ખરાબ અસર કરી શકે છે.તે આપણા શરીરનો એક મહત્વપૂર્ણ અંગ છે, તેથી આ અંગ સ્વસ્થ રહે તે જરૂરી છે, પરંતુ આપણે આપણા રોજિંદા જીવનમાં આવી ઘણી ભૂલો કરીએ છીએ, જેની સીધી અસર કિડની પર પડે છે.તો ચાલો જાણીએ તેને લગતી કેટલીક વાતો.
કિડની ફેલ થવાની સમસ્યા એક દિવસમાં થતી નથી, પરંતુ આપણા શરીરમાં એક સાથે થતી નાની નાની બીમારીઓ કિડનીને અસર કરે છે, ત્યારે કિડની ફેલ થવાની વાત સામે આવે છે. જે તમારી ભૂલથી થાય છે
સુગર લેવલ નિયંત્રણમાં રાખો – જો તમે તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખશો તો કિડનીની સમસ્યા નહીં થાય. જે લોકોનું શુગર લેવલ ઊંચું રહે છે તેમને કિડનીની સમસ્યા થઈ શકે છે કારણ કે તેમનું ક્રિએટાઈન વધે છે અને તેની સીધી અસર કિડની પર પડે છે.
વજન વધતા રોકો – વજન વધવું એ પણ કિડની ફેલ થવાનું સૌથી મોટું કારણ છે.જે લોકોનું વજન વધારે હોય છે તેઓને બીપી, શુગર અને બીજી ઘણી બીમારીઓ હોય છે અને આ બીમારીઓ કિડનીને અસર કરે છે.
ફાસ્ટ ફૂડ અવોઈડ કરો – જે લોકો હેલ્ધી ફૂડ ખાય છે તેમને બહુ તકલીફ પડતી નથી, પરંતુ જે લોકો તળેલી વસ્તુઓ, લોટ, જંક ફૂડ અને બહારનું પેકેજ્ડ ફૂડ ખાય છે, તેમની કીડની હેલ્ધી હોતી નથી. તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
બેસી રહેવાથી બચો ચાલવાનું રાખો – જે લોકો ખૂબ જ આળસુ હોય છે અથવા તો શરીરમાંથી કોઈ પ્રવૃત્તિ કરતા નથી, તેમને પણ કિડની ફેલ થવાની શક્યતા રહે છે. શરીરને ફિટ અને ફાઈન રાખવા માટે એક્ટિવ રહેવું જરૂરી છે. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર રહે છે.