જો તમારે પણ આ આદતો છે તો તરત બનાવી લો અંતર, નહીં તો સબંધ તુટવામાં સમય નહીં લાગે
જો તમે ઈચ્છો છો કે લાઈફમાં ક્યારેય સિંગલ રહેવું ના પડે અને તમારું રિલેશનશિપ લોન્ગ લાઈફ ચાલે તો આજથી જ તમારે તમારી કેટલીક આદતોને બદલી દેવી જોઈએ. કેમ કે ગર્લફ્રેન્ડ કે પાર્ટનરને તમારી આ આદતો પસંદ નથી આવતી.
સબંધમાં ટકરાવ આવવાની સ્થિતિ આવી શકે છે અને વાત બ્રેકઅપ સુધી પહોંચી શકે છે. તમે પણ એવા છોકરાઓમાં છો જેની ગર્લફ્રેન્ડ તેમનાથી દૂર રહે છે, તો આ આદતો બદલો. આ તમારા રિલેશનશિપમાં કોઈ વિલનથી ઓછી નથી.
ભૂલ હોવા પર સોરી બોલવુમ કોઈ ગુનો નથી. આ એક એવો શબ્દ છે, જેને સાંભળી પાર્ટનર તમને માફ પણ કરી દે છે અને તમને દિલથી અપનાવી પણ લે છે. પણ જો આ ખાલી દેખાવો કે અહેસાનના રીતે બોલો છો તો છોકરીઓ તેને સારી રીતે સમજી જાય છે અને તે એવા પાર્ટનર કે છોકરા સાથે રિલેશનશિપને કંટીન્યૂ નથી કરવા માગતી. એટલે તમે પણ આ આદતો વાળા છોકરાઓ માંથી છો તો આજથી જ આને બદલો.
ઘણા છોકરાઓ નાની નાની વાતે પણ ગુસ્સો ચડાવવા લાગે છે. તમારી આદત પણ આવા છોકરાઓ જેવી છે તો તેને તરત જ બદલી નાખો કેમ કે તેનાથી સંબંધમાં તિરાડ પડી શકે છે. છોકરીઓને એ પસંદ નથી કે તમારો પાર્ટનર તમારા પર બૂમો પાડે, ગુસ્સે થાય, કોઈ કારણ વગર તેના પર ગુસ્સે થાય અને તેઓ આવા સંબંધોથી દૂર રહેવાનું પસંદ કરે છે.