દિવાળીનો સમય આમ તો ખુશીઓનો સમય માનવામાં આવે છે, પણ જાણકારો એવું પણ કહે છે કે જ્યારે પણ ખુશીઓ આવે ત્યારે તેમાં પણ સતર્કતા રાખવી, જેમ કે તહેવારના સમયમાં બેદરકારી ક્યારેક નુક્સાન પણ કરી શકે છે.. જો વાત કરવામાં આવે અસ્થમાની સમસ્યા હોય તેવા દર્દીઓની તો તેમણે તો આ સમયમાં ખાસ પોતાને સાચવવા જોઈએ કારણ કે આ સમયમાં લોકો જોરદાર ફટાકડા ફોડતા હોય છે અને પ્રદૂષણનું સ્તર પણ થોડુ જોખમી હોય છે. આ સમયમાં શ્વાસ લેવામાં તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો ઘરની સાફ-સફાઈથી દૂર રહેવુ, શક્ય હોય તો કોએ સફાઈ માટે વર્કરની મદદ લેવી. સાફ-સફાઈમાં તમે ધૂળ-માટીના સંપર્કમાં આવી શકો છો જે તમારા માટે નુકશાનકારી છે. તમારુ ઈન્હેલર અને દવાઓ હમેશા તમારી સાથે જ રાખવી. તમને કોઈ પણ સમયે તેની જરૂર પડી શકે છે. તેથી જરૂરના સમયે આ તમારી પાસે જ હોવો જોઈએ.
તમારા ડાક્ટરાથી પહેલાથી જ સલાહ લેવી અને ખાવા-પીવાની ખાસ કાળજી રાખવી. વધુ પડતો તૈલ-મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો અને શરીરને હાઇડ્રેટ કરવા માટે વધુ ને વધુ પાણી પીવો.