- હેરવોશ કરતા વખતે નખનો ઉપયોગ ટાળો
- બને ત્યા સુધી હળવા હાથે જ હેર વોશ કરો
શિયાળો આવતાની સાથે સૌ કોઈને ઘણી સમસ્યાઓ થાય છે,ખાસ કરીને વાળ તૂટવા .વાળ બે મોઢા વાળા થવા અથવા તો વાળ ખરવા જેવી સમસ્યા થાય છે,પરંતુ આ દરેક સમસ્યાઓ માટે તમે પોતેજ જવાબદાર છો કઈ રીતે ચાલો જાણીએ
વધુ પડતા ગરમ પાણીથી વાળ ન ધોવા
જો તમે વાળ ધોવા માટે ગરમ પાણીનો વધુ પડતો ઉપયોગ કરો છો તો તમારા વાળ રુસ્ક થી શકે છે,પાણીની હિટ તમારા વાળને નબળા કમજોર બનાવે છે જેથી વાળ તૂટી જવાની સમસ્યા સર્જાય છે જેથી વાળ લવોશ કરવા નોર્મલ પાણી યૂઝ કરો
નખ મારીને વાળ ધોવા
ઘણા લોકોને આદત હોય છે કે વાળ વોશ કરતા વખતે માથાની ચામડીમાં નખ માની મારીને વાળ ધોવે પરંતુ આ ખૂબ ખોટી આદત છે કારણ કે નખ ચામડીમાં વાગવાથી ચામડીના રોગો થવાની શક્તાઓ વધે છે,સાથે જ વાળના મૂળીયા નબળા બને છે જેથી વાળ ખરવાની સમસ્યા થાય છે.
વાળમાં ડાયરેક્ટ શેમ્પુ નાખવું
ઘણા લોકો બોટલમાંથી ડાયરેક્ટ શેમ્પૂ વાળમાં કે સ્કેલ્પ પર અપ્લાય કરે છે જો કે શેમ્પુ કરવાની સાચી રીતે એક ટબમાં પાણી લો તેમાં શેમ્પુ નાખીને મિક્સ કરો ત્યાર બાદ તે વાળમાં અપ્લાય કરો અને વાળમાંથી માથાની ચામડી સુધી પહોચો આ રીતે વાળ વોશ કરશો તો તમારા વાળ ખરાબ નહી થાય.