Site icon Revoi.in

તમે પણ ચાહો છો નેચરલ ગ્લો, તો કોફીનો આ રીતે ઉપયોગ કરો

Social Share

ચહેરા પર નેચરલ ગ્લો મેળવવા માટે તમે ઘરે રહીને કોફીનો ઉપયોગ કરી તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો. આ ચહેરાને ચમકદાર, મુલાયમ અને સુંદર બનાવવામાં મદદ કરશે. તમે પણ ચહેરાને સુંદર બનાવવા માંગો છો તો ઘરે રહીને કોફીની મદદથી ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. તમે પણ બેદાગ અને સુંદર સ્કિન મેળવવા માંગો છો તો કોફીનો ઉપયોગ કરી શકો છો.

કોફીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને કેફીન સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. કોફીથી સ્ક્રબ બનાવવા માટે તમે બે ચમચી પીસેલી કોફીમાં એક ચમચી દહીં અને અડધી ચમચી મધ મિલાવીને પેસ્ટ બનાવી લો.

કોફી ફેસ માસ્ક બનાવવા માટે પીસેલી કોફઈમાં એક ચમચી એલોવેરા જેલ અને અડધી ચમચી હળદર પાવડર મિલાવી પેસ્ટ બનાવી લો. કોફી આઈ મસ્ક માટે કોફી ટી બેગને ઠંડા પાણીમાં પલાડી 10 મિનિટ માટે ફ્રિઝમાં રાખો, પછી આ ટી બેગને તમારી આંખો પર 15 મિનિટ રાખો. કોફીનો ઉપયોગ કર્યા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો, કેમ કે કેટલાક લોકોને તેનાથી એલર્જિ થાય છે.