તમે પણ બિયર્ડ લુક દેખાવ મેળવવા માગો છો તો આજથી ફોલો કરો આ ટિપ્સ
લાંબી ઘાટી દાઢી વાળો લુક મેળવવા માટે લોકો ઘણો પ્રયાસ કરતા હોય છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ આવતા નથી. તમે પણ સારો બિયર્ડ લુક મેળવવા માગો છો, તો થોડીક ટિપ્સને જરૂર ફોલો કરો.
• દાઢી વઘારવાના ઘરેલું ઉપાય.
લાંબી અને ઘાટી દાઢી આજકાલ ટ્રેન્ડ બની ગઈ છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ ના હોવાના કારણે પરેશાન છે.
હવે તમારે પરેશાન થવાની જરૂર નથી તમે થોડીક ટિપ્સને ફોલો કરી ઘાટી દાઢી મેળવી શકો છો.
દાઢી બનાવવા માટે તમે નારિયેળના તેલનો ઉપયોગ કરી શકો છો. તમે દરરોજ નારિયેળના તેલથી તમારી દાઢી પર મસાજ કરો.
દાઢી પર લીંબૂ અને તજની પેસ્ટ લગાવવાથી વાળનો ઝડપથી વિકાસ થાય છે.
દાઢી વધારવા માટે તમે 20 મિનિટ સુધી તમારી દાઢી પર આંબળાનું તેલ લગાવી અને મસાજ કરો.
જ્યારે તમારી દાઢી પર વાળ આવવાના શરૂ થઈ જાય, તો ઓછામાં ઓછા 6 અઠવાડીયા સુધી ટ્રિમ ના કરો.