- જાણીલો વાળ ઘોવાની સાચી રીત
- વાળ સાચી રીતે ઘોવાથી વાળની સમસ્યા છે થશે દૂર
સામાન્ય રીતે ઘણી મહિલાઓ વારંવાર એથવા તો રોજેરોજ વાળ વોશ કરે છે આવી સ્થિતિમાં વાળને લગતી સમસ્યાઓ વધી જાય છે,જેમ કે વાળ ખરવા ,વાળ તૂટવા કે વાળ સફેદ થવા જો તમે રોજેરોજ વાળ વોશ કરો છો તો તમારે ચેતી જવાની જરુર છે કારણ કે વાળને અઠવાડિયામાં 3 વાર વોશ કરવું સાચી રીત છે.
જો તમારા વાળ ગંદા થઈ જાય અથવા તેને ખરેખર ધોવાની જરૂર હોય ત્યારે જ તેને ધોવા જોઈએ. જે લોકોના વાળ તેલયુક્ત હોય છે, તેઓને રોજ ધોવે છે, જેમના વાળ રંગીન હોય છે અથવા તેમને કોઈ પ્રકારની કેમિકલ ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હોય, તો તે યુવતીઓ ઘણા દિવસોના અંતરે વાળ ધોવે છે. બીજી તરફ, જેમના વાળ ડ્રાય છે, તેઓ અઠવાડિયામાં એકવાર હેર વોશ કરે છે. તમારા વાળ ક્યારે ધોવાના છે તેની ખાતરી કરવા માટે તમારા વાળ ક્યારે ધોવા માટે તૈયાર છે અને ગંદા છે તે કેવી રીતે ઓળખવું જોઈએ
દરેકના વાળ અલગ-અલગ હોય છે, જો તમારા વાળ તૈલી દેખાઈ રહ્યા છે, તો વાળની ઉપર જ ગંદકી દેખાય છે. માથાની ઉપરની ચામડી પર બિલ્ડઅપ એકઠું થયું છે, જે સ્પર્શ કરવામાં આવે ત્યારે નખ પર ચોંટી જાય છે અથવા દૂરથી દેખાય છે આવી સ્થિતિમાં તમારે વાળ એક એક દિવસના અંતરે ઘોઈ લેવા જોઈએ.
આ સાથે જ વાળ પર ક્યારેય સીધુ શેમ્પૂ ન નાખવું જોઈે શેમ્પુને પાણીમાં મિક્સ કરો ત્યાર બાદ જ વાળમાં અપ્લાય કરો આ સાથે જ શેમ્પુ નાખવાની શરુઆત નીચેના વાળથી કરો અને પછી માથા પર વોશ કરો આમ કરવાથી ટાલ પડવાની શક્યતાઓ ઓછી થાય છે.
જો તમારા વાળમાં પસીનો થતો નથી વાળ ખરાબ થતા નથી તો તમે અઠવાડિયામાં 2 વખત વાળ વોશ કરશો તો પણ વાંધો નહી આવે,અર્થાત તમારે નક્કી કરવાું પડશે કે વાળની સ્થિતિ ક્યારે કેવી છે તે રીતે વાળ વોશ કરવા જોઈએ પણ રોજે રોજ વાળ વોશ કરવાનું ટાળવું જ જોઈએ