ઓફિસમાં 6 દિવસ કામ કરીને જ્યારે એક દિવસ વિક ઓફ આવે છએ ત્યારે કર્મચારીઓની શુશી પાર હોતો નથી પણ જો રજાના દિવસે પણ ઓફીસમાંથી બોસનો ફોન આવે ત્યારે કર્મચારીને જે ગુસ્સો આવતો હોય છે તેની હદ નથી, પણ શું તમે જાણો છો કે જો કોઈ બોસ રજાના દિવસે ફોન કરીને તમને કામ સોંપે છે તો તે દંડનીય અપરાધ સાબિત થાય છે.
આ માટે ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11 એ રસપ્રદ પોલિસી બનાવી છે. આ પોલિસી હેઠળ, જો બોસ રજાના દિવસે કોઈપણ કર્મચારીને હેરાન કરે છે, તો તેના પર 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડ્રીમ 11 ‘અનપ્લગ પોલિસી’ લાવ્યું છે. ડ્રીમ 11 એ તેની અનપ્લગ પોલિસીની જાહેરાત કરતી લિંક્ડઇન એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, કંપનીએ કહ્યું કે ડ્રીમ11માં અમે ખરેખર ‘ડ્રીમસ્ટર’ લોગ ઓફ કરીએ છીએ, જે અનપ્લગ્ડ છે.
આ પોલિસી હેઠળ કર્મચારીઓ તેમની રજા વધુ સારી રીતે ખર્ચી શકે છે. રજાના દિવસે કંપની દ્વારા તેને હેરાન કરવામાં આવશે નહીં. ડ્રીમ 11ના સ્થાપક હર્ષ જૈન અને ભાવિત સેઠે દાવો કર્યો હતો કે જો કોઈ સહકર્મી ‘અનપ્લગ’ સમય દરમિયાન અન્ય કર્મચારીને કૉલ કરે છે, મેસેજ કરે છે અથવા મેઇલ કરે છે, તો તેણે લગભગ 1 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ સાથે જ તેમણે જણાવ્યું છે કે કંપની કોઈપણ કર્મચારી પર નિર્ભર ન રહે તે માટે અનપ્લગ્ડ પોલિસી લાગુ કરવામાં આવી હતી. જો કોઈ કર્મચારી વતી અન્ય કર્મચારીનો રજાના દિવસે સંપર્ક કરવામાં આવશે તો તેના પર એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. કંપનીની આ નીતિથી કર્મચારીઓ ખૂબ જ ખુશ થયા છે. કર્મીઓનું કહેવું છે કે આ પોલિસીથી અમે અમારા પરિવારને પૂરો સમય આપી શકીશું. રજાના દિવસે ઓફીસમાંથી કોઈ ડિસ્ટર્બન્સ કરી શકશે નહી