જો તમે પણ હેન્ડબેગના શોખીન છો, તો જાણીલો તમારી ફેશનને જાળવી રાખવા કંઈ રીતે બેગની રાખવી કાળજી
- બેગની ખાસ રાખવી જોઈએ કાળજી
- ફેશનની સાથે સાથે બેગની માવજત પણ જરુરી
સામાન્ય રીતે દરેક યુવતીોને હેન્ડ બેગનો શોખ હોય છે કોઈ તો બેગ માટે એટલા ક્રેજી હોય છે કે તેઓ લાખો રુપિયાની બેગની ખરિદી કરતા અચકાતા નથી,જો કે આ તો રહી પોતપોતાના શોખ અને ફેશનની વાત , પણ જો તમે પણ બેગના શોખીન છો અને તમે ઈચ્છો છો કે ટૂંક જ સમયમાં તમારી બેગ ખરાબ ન થઈ જાય તો તમારે તમારા હેન્ડ બેગ કે પર્સની ખાસ રીતે કાળજી રાખવી જોઈએ જેથી તમારી બેગ લોંગ ટાઈમ સુધી સારી રહી શકે.
ક્યારેક મોંઘી બ્રાન્ડેડ બેગ પણ વ્યક્તિત્વ નિખારવાને બદલે લુક બગાડવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે હેન્ડબેગ સાથે લઈ જતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અને તેનું પાલન કરવું જરૂરી છે. હેન્ડબેગ સાથે રાખતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો સારી ગુણવત્તાવાળી બેગ જ ખરીદવી જોઈએ.
આ સાથે જ જો તમે બેગ ખરીદો છો, તો તેના સ્ટ્રેપ મજબૂત છે કે નહીં તેના પર ધ્યાન આપો. આટલું જ નહીં, જો તમે મોટી બેગ લઈને જઈ રહ્યા છો, તો ધ્યાન રાખો કે તેનાથી ખભા પર દુખાવો ન થાય. હંમેશા તમારા આરામને ધ્યાનમાં રાખીને બેગ પસંદ કરો.અર્થાગ સ્ટ્રેપની ક્લોવિટી પર ધ્યાન આપવું જરુરી છે.
આ સહીત સમયની સાથે સાથે બેગની સફાઈ પણ જરુરી છે. જો તમારી બેગ સ્વચ્છ નથી તો તે યોગ્ય લુક નહીં આપે. એટલા માટે એ મહત્વનું છે કે તમે દર થોડા દિવસે તેની ઊંડી સફાઈ કરો. ધ્યાન રાખો કે તે ક્યાંયથી ફાટી ન જાય. આટલું જ નહીં, જો તમે ચામડાની બેગ લઈને જાવ છો, તો તેને પોલિશ કરાવવાનું ધ્યાન રાખો.ચામડા પર ચોમાસામાં કે ભેજ વાળી સિઝનમાં ફૂગ લાગવાની શક્યતાઓ રહેલી છે.