તમે પણ મસાલેદાર ખાવાના શોખીન છો, તો ઘરે બનાવેલા મિર્ચી વડાને ટ્રાય કરો
તમે પણ કઈંક મસાલેદાર ખાવાના શોખીન છો, તો આ ટેસ્ટી મિર્ચી વડા ઘરે બનાવી શકો છો. આ ખૂબ જ ટેસ્ટી બનશે. તેને નાસ્તામાં ખાઈ શકો છો.
હવે તમે ઘરે રહીને ટેસ્ટી મિર્ચી વડા બનાવી શકો છો. તેને બનાવવા ખુબ જ સરળ છે.
ઘણા લોકો એવા છે, જેમને તીખું ખાવાનું ખુબ પસંદ હોય છે. એવામાં તમને કઈંક મસાલેદાર બનાવવાનું મન થશે.
જો તમને પણ કઈંક મસાલેદાર ખાવા ઈચ્છો છો તો તમે ઘરે જ મિર્ચી વડા બનાવી શકો છો.
મિર્ચી વડા બનાવવા માટે તમારે સૌથી પહેલા લીલા મરચાને ધોઈ વચ્ચેથી કાપી બીજ કાઢવા પડશે.
એક કટોરામાં બાફેલા બટાકા લો, તેમાં ડુંગળી, લીલા ધાણા, આદું, લસણ, લાલ મરચું, ધાણા પાવડર, ગરમ મસાલો, સૂકી કેરી પાવડર અને મીઠું નાખી મિક્ષ કરી લો.
આ પેસ્ટમાંથી નાનો ભાગ લો અને તેને મરચામાં ભરી દો અને એક બાઉલમાં ચણાનો લોટ, લીલા ધાણા, મીઠું અને પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.
આ બેટરમાં સ્ટફ્ડ મરચાં ઉમેરો અને પછી તેને ચણાના લોટમાંથી કાઢીને ચટણી કે દહીં સાથે ખાઈ શકો છો.