- આજીનો મોટો હેલ્થ માટે નુકશાન કારક
- હાડકા, તથા ગળાની સમસ્યાઓ નોતરે છે આજીનો મોટો
સામાન્ય રીતે આપણે રોજબરોજની લાઈફમાં કેટલીક એવી વસ્તુઓ ખાતા હોય છે કે જેના કારણે આપણી હેલ્થ ખરાબ થાય છે,સામાન્ય રીતે બહાર આપણે જે ચાઈનિઝ ફૂડ ખાઈએ છીએ તેમાં આજીનોમોટો વાપરવામાં આવે છે જે આપણી હેલ્થને ઘણી રીતે નુકશાન કરે છે જો તમે પણ જાણ્યે અજાણ્યે તેને ખાતા હોવ તો હવે ભૂલી જજો.
અજીનો મોટાનુ વૈજ્ઞાનિક નામ મોનોસોડિયમ ગ્લુટામેટ છે અને તે આજે મોટા ભાગનાં ઘરોમાં ખાદ્યપદાર્થોમાં મિશ્રણ કરવામાં આવે છે. આજીના મોટાનું લાંબા સમય સુધી તેના સેવનથી તમારી હેલ્થ બખરાબ થઈ શકે છે. એટલું જ નહીં તેના સેવનથી તમે પેટ અને આંતરડા સંબંધિત ઘણી ગંભીર બીમારીઓનો શિકાર થઈ જાઓ છો,હાડકા દુખવા કે પોલા થવાની પણ ફરીયાદ થાય છે.
‘‘મોનોસોડિયમ ગ્લુટામેટ એક સફેદ પદાર્થ છે. ગ્લુટામિક એસિડ એ સોડિયમ ક્ષાર છે અને તેનો ઉપયોગ ખોરાકની ફલેવર અને સ્વાદને સુધારવા માટે થાય છે. કુદરતી પદાર્થો જેવા કે સોયાબીન, શેરડીમાં મળી આવે છે અને તેનો ઉપયોગ સુપ,બેકરી પદાર્થો, અથાણાં, ચાઇનીઝ વાનગીઓ,નુડલ્સમાં થાય છે.
મોટી ઉમંરના લોકોએ તો સહેજેય આજીનોમોટો ખાતા અટકવું જોઈએ કારણ કે જો વ્યક્તિ 40ની ઉંમર પાર કરી ગઇ હોય તો તેને શુગર, બ્લડપ્રેશર, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.આજીનોમોટોથી કેન્સરની પણ શક્યતાઓ છે. આકાદ વખત ખાવાથી કઈ નહી પરંતુ જો સતત ખાવામાં આવે તો તે ધીમે ધીમે તેમાં સામેલ તત્વો શરીરમાં પોતાના મુળ મજબુત કરી લે છે અને કોઇ મોટી બીમારીનું કારણ બને છે.