તમે પણ પાઈનેપલ ખાવાના શોખીન છો, તો સ્વાદિષ્ટ રીતે બનાવો તમારી ડાઈટનો હિસ્સો
અનાનસ એવું ફળ છે જે તાના ખાટા-મીઠા સ્વાદ અને સ્વાસ્થ્યને મળતા ઘણા ફાયદા માટે જાણીતુ છે. તે શરીરમાં કોલેજન બનાવવાની પ્રક્રિયાને બૂસ્ટ કરે છે. ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. બ્લોટિંગ ઓછુ કરે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે. જો તમેને અનાનસ ખુબ પસંદ છે અને તેમે તેને અલગ અલગ રીતે બનેલ અનાનસની રેસિપીને ટ્રાય કરી શકો છે.
• પાઈનેપલ સ્મૂધી
તમે પાઈનેપલ સાથે કંઈક જલદી બનાવવા ઈચ્છો છો, તો પાઈનેપલ સ્મૂધી એક સારો ઓપ્શન છે. તેને બનાવવા માટે, અખરોટ, પાઈનેપલ, આદુ, કેળા, હળદર, ઓટ્સ અને દૂધને બ્લેન્ડ કરો અને થોડી જ મિનિટોમાં તૈયાર પાઈનેપલ સ્મૂધીનો આનંદ લો.
• પાઈનેપલ હલવો
તમને હલવો પસંદ છે તો પાઈનેપલને હલવાના રૂપમાં પણ ખાઈ શકો છો. પહેલા પાઈનેપલને નાના ટુકડા કરી લો અને તેને પાણીમાં ઉકાળો. પછી પેનમાં ઘી નાખી રવો શેકો. સાદું પાણી ઉમેરવાને બદલે પાઈનેપલનું પાણી અને તેના ટુકડાને સોજીમાં એકસાથે નાખો અને સારી રીતે મેશ કરતી વખતે મિક્સ કરો. પછી તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરો. ઘીમાં શેકેલા કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા નાખી કેસર નાખી સર્વ કરો.
• પાઈનેપલ અને કાકડીનો રસ
સૌ પ્રથમ કાકડીને છોલીને ધોઈ લો અને કાપી લો. પાઈનેપલના ટુકડા કરી લો. હવે એલોવેરાના પત્તામાંથી જેલ નિકાળો. બધી વસ્તુઓને બ્લેન્ડરમાં નાંખો અને સારી રીતે બ્લેન્ડ કરી જ્યુસ કાઢો. વિટામિન સીથી ભરપૂર આ જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.