જો તમે પણ વધારે પડતી ઊંઘ લઈ રહ્યા છો તો થઈ શકે છે સાઈડ ઈફેક્ટ જાણો કઈ રીતે
ઘણા ડોક્ટર્સ અને વડિલોના મોઢે સાંભળ્યું હશે કે જો પુરતી ઊઁધ ન લઈએ તો શરીર બગડે છે પરંતુ એજ રીતે જો વધારેલ પડતી ઊઁધ લઈએ તો પણ શરીરને સાઈડ ઈફેક્ટ થાય છે.જો તમે 7 કે 8 કલાકથી વધુ ઊંઘો છો તો તમે પોતે જ કેટલીક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. તે જ સમયે, કેટલાક રોગોના કારણે, વધુ ઊંઘ આવે છે. ઊંઘ શરીર માટે દવાનું કામ કરે છે, પરંતુ જ્યારે આ ઉંઘ મર્યાદાથી વધુ થઈ જાય છે તો તે રોગનું કારણ પણ બની જાય છે.
જો તમને પૂરતી ઊંઘ લીધા પછી પણ દિવસભર ઊંઘ આવતી હોય અથવા આળસ રહેતી હોય તો જોખની નિશાની છે. બીજી તરફ, ઊંઘ જે ઉર્જા પુનઃસ્થાપિત કરવાનું પણ કામ કરે છે, તે ક્યારેક તમને બીમારીઓ પણ આપે છે. શા માટે? ચાલો જાણીએ
હૃદય અને યાદશક્તિ બંને નબળી પડે છે
વધુ પડતી ઉંઘ લેવાથી હૃદય અને યાદશક્તિ પર ખરાબ અસર પડે છે, શારીરિક અને માનસિક કસરત ન થવાના કારણે બંને નબળા પડી જાય છે. તેની અસર લાંબા ગાળે જોવા મળે છે.
કબજિયાતની સમસ્યા સર્જાય છે
વધુ પડતી ઊંઘ તમારા પાચનને ધીમું કરે છે, જેનાથી ગેસ, એસિડિટી અને કબજિયાત થાય છે.ન ચાવાના કારણે પેટમાં ગડબડ વધતી જાય છે.
મેદસ્વિતાનો શિકાર બનાય છે
વધુ પડતી કે ઓછી ઊંઘ બંને સ્થૂળતાનું કારણ બને છે. વધુ પડતી ઊંઘથી કેલરી બર્ન થતી નથી અને સ્થૂળતા તરફ દોરી જાય છે.
પીઠનો દુખાવો થાય છે
લાંબા સમય સુધી સૂવું એ તમારી કમરનો દુશ્મન છે. કમરમાં સૂવાને કારણે રક્ત પરિભ્રમણ પ્રભાવિત થાય છે. તેનાથી દુખાવો થાય છે અને પીઠ જકડાઈ જાય છે
ડિપ્રેશનનો શિકાર થવાય છે
વધારે પડતી ઊઁધ માણસને લાંબા વિચારો તરફ પણ પ્રેરિત કરી શકે છે,વધુ પડતી ઊંઘ અથવા સુસ્તીનું કારણ પણ ડિપ્રેશન છે. જો તમને વધારે ઊંઘવાની આદત હોય તો તમે પોતે જ ડિપ્રેશન પેદા કરી રહ્યા છો. લાંબા સમય સુધી સૂવાથી મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન હોર્મોન્સનું સ્તર ઘટે છે, તમે હતાશ અનુભવો છો