Site icon Revoi.in

ગુસ્સો અને ચીડીયાપણાથી તમે પણ પીડાઈ રહ્યો છે તો જોઈલો આ ટ્રિક તમારો ગુસ્સો થઈ જશે ગાયબ

Social Share

માણસ જાતે ને ગુસ્સો આવે તે વાત સ્વાભાવિક છે, પરંતુ ગુસ્સો માણને તહસ નહસ કરી દે છે તે વાત પણ ચોક્કસ, વ્યક્તિએ હંમેશા ગુસ્સા પર કાબૂ કરવો જોઈએ, ગુસ્સો ઘણી રીતે આપણાને નુકશાન પહોંચાડે છે, હેલ્થની બાબતે પણ અને ઘણા સારા સંબંઘોને પણ તે હાનિ પહોંચાડે છે,કારણ કે ગુસ્સો તો માત્ર 1 કે 2 મિનિટ નો હોય છે જેમાં આપણે ન બોલવાનું અને ન કરવાનું કરી બેસીએ છીએ ત્યાર બાદ ભાન આવતા જ એહેસાસ થાય છે કે આપણે શું કરી દીઘું અને ત્યારે ઘણું મોડુ થી જતું હોય છે જેથી 1-2 મિનિટના ગુસ્સા પર કંટ્રોલ કરી તમે ઘણું મેળવી શકો છો અને ઘણું ગુમાવતા બચી શકો છો.

પરંતુ તમારા મનમાં સવાલ થતો હશે કે ગુસ્સો તો અચાનક આવી જાય અને તે નીકળી પણ જાય તો તેને અટકાવવો કંઈ રીતે, તો આજે જોઈશું ગુસ્સો પર કાબૂ મેળવવાની કેટલીક ટિપ્સ

ગુસ્સો આવતો હોય ત્યારે આટલી બાબતો પર રાખો ધ્યાન

જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તરત જ ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરીદો અને મનને શઆંત રાખવાનો પ્રયત્ન કરો, ત્યારે મન શાંત હોતું નથી પરંતુ તે સમયે સારા વિચારો મગજમાં લાવો અને ગુસ્સા પર કાબૂ કરો

જો તમને ગુસ્સો આવી રહ્યો છે તો એવી પરિસ્થિતિમાં તમે ઊંડો શ્વાસ લેવાનો પ્રયાસ કરો. આ ઉપાય એક મેડિટેશનના રૂપમાં કામ કરશે અને તમારા મનને શાંત કરવાનું કામ કરશે.

જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે એકડાની  ઊંધી ગણતરી કરવાનું શરૂ કરી દો. તેનાથી તમારો ગુસ્સોની તીવ્રતામાં તો ઘટાડો આવશે , અથવા તો કોઈ મંત્રનો જાપ કરવાનું યસરુ કરીદો જેથી મન શઆંત થશે.

જો તમને ખૂબ ગુસ્સો આવે છે ત્યારે તમારે સૌ પ્રથમ આંખો બંધ કરી દેવી અને સામે કોઈ વ્યક્તિ  તમને બોલી રહ્યું છે તો તેના શબ્દોની અવગણના કરવી, ન સાંભળ્યું હોય તેમ જ રાખવું જેથી ગુસ્સો આવશે જ નહી.

આ સાથે જ ગુસ્સાને શાંત કરવા માટે એક ગ્લાસ ઠંડાં પાણીનું સેવન કરી લો. એવામાં તમે તમારા ગુસ્સાને થોડોક ઠંડો કરી શકશો અને કંઇ પણ બોલતા પહેલા થોડુક વિચારીલોસ હંમેશા ગુસ્સામાં બોલવા પર જ કાબૂ પાકવો જોઈએ

જો કોઈ વ્યક્તિ પર ગુસ્સો આવી રહ્યો છે તે એક બંધ ઓરડામાં જઈને ગુસ્સો કાઢી લો પરંતું વ્યક્તિ પર ક્યારેય ગુસ્સો કાઢવો નહી તે તનમારા સંબંધોને હાનિ કરે છે.

જો કોઇ વાતને વિચારીને જો તમને વધારે ગુસ્સો આવી રહ્યો છે તો તમે મ્યુઝિક થેરાપીનો સહાર લો. ગુસ્સો આવવાની પરિસ્થિતિમાં તમે કોઇ એવા ગીત સાંભળવાનો પ્રયાસ કરો જે તમને સુકૂન આપે.ખાસ કરીને ઠંડા સોંગ સાઁભળો જેનાથી તમાપુ મન પ્રફુલિત રહેશે

દરરોજ થોડીકવાર મેડિટેશન કરવાની જરૂર છે. મેડિટેશનને પોતાની દિનચર્યામાં સામેલ કરવાથી ધીમે-ધીમે વ્યક્તિ પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરવાનું શીખી જાય છે.આ સાથે જ દરેક લોકોએ પુરતી ઊંઘ પણ લેવી રુરી છે.