ખરતા અને તૂટતા વાળથી હેરાન છો,તો હવે નારિયેળના દૂધનો કરો ઉપયોગ, વાળ બનશે મજૂબત
- ખરતા વાળ માટે નારિયેળનું દૂધ બેસ્ટ ઓપ્શન
- નારિયેળનું દૂધ વાળને મજબૂત બનાવે છે
સામાન્ય રીતે બદલતી ઋતુની સાથે હવે વાળ ખરવાની કે તૂટવાની સમસ્યાઓ વધશે, ખાસ કરીને હવે ચોમાસાની શરુઆત થી રહી છે આવી સ્થિતિમાં વાળની કાળજી ખૂબ રાખવી પડે છે,વાળ વધુ ભીના રહેવાથી તે તૂટતા હોય છે સાથે ભીનાશના કારણે વાળ ખરાવાની પણ સમ સ્યા વધે છે જો કે તૂટતા અને ખરતા વાળ માટે નારિયેળનું દબધ બેસ્ટ
આ રીતે કરો નારિયેળના તેલનો વાળમાં ઉપયોગ
વાળ માટે જે રીતે નારિયેળ તેલ ગુણકારી છે તેજ રીતે દૂધ પમ એટલું જ ગુણકારી છે ,ચાલો જાણીએ નાળિયેરનું દૂધ વાળમાં કેવી રીતે લગાવવું અને તેનાથી વાળને શું લાભ થાય છે
નારિયેળનું દૂધમાં મેથીના દાણા મિક્સ કરીને વાળની સ્કેલ પર લાવાથી વાળ મજબૂત બને છે અને ખોળઓ દૂર થાય છે
આ સાથે જ નારિયેળનું દૂધ અને ઓલિવ તેલ મિક્સ કરવાથી તમારા વાળ હાઇડ્રેટ રહેશે,આ મિશ્રણ અઠવાડિયામાં બે વખત લગાવાથી તમને ફાયદો થશે
આ સાથએ જ નાળિયેરના દૂધમાં કેળા અને મધ મિક્સ કરીને તેની પેસ્ટ થી હેરસ્પા કરવામાં આવે તો વાળ ખરતા અને તૂટતા અટકે છે અને વાળ સીલ્કી બને છે
આ સાથએ જ નાળિયેરનું દૂધ અને એલોવેરા જેલ લગાવવાથી તમારા વાળ નરમ અને મુલાયમ બની શકે છે.
નાળિયેર તેલ વાળને પોષણ આપે છે અને જ્યારે લીંબુના રસ સાથે મિશ્રિત કરવામાં આવે છે ત્યારે તે ડેન્ડ્રફ મટે છે