સાંધાના દુખાવાથી પરેશાન છો તો અપનાવો આ ઘરેલું ઉપાય, અને મેળવો રાહત
- સાંધાના દુખાવાથી મેળવો રાહત
- અપનાવો આ ઘરેલું ઉપાય
- આજકાલના સમયમાં સાંધાનો દુખાવો સામાન્ય
દિવસ અને રાત કામ પાછળ દોડતા લોકો, શહેરની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ અને લાંબા અંતરની મુસાફરીના કારણે આજકાલના સમયમાં લોકોને સાંધાના દુખાવા વધારે થતા હોય છે. ખાસ કરીને 30 વર્ષ પછીની ઉંમરમાં લોકોને આ વાતથી ઘણી સમસ્યા થતી હોય છે. પણ હવે તેનું નિવારણ આવી ગયું છે.
જો તમે ઘરે બેઠા સાંધાના દુખાવાથી રાહત મેળવવા માગો છો તો કસરતથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. દરરોજ કસરત કરવાથી ઓસ્ટીયોપોરોસિસના વિકાસમાં વિલંબ આવે છે. જે સાંધાનો દુખાવો થવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે.
કેટલીક વાર પગના સાંધા પણ લોકોને વધારે દુખતા હોય છે અને તેનું કારણ છે વજન. કારણ કે ઘૂંટણને સમગ્ર શરીરનું વજન ઉપાડવું પડે છે. જેના કારણે પીડા વધી શકે છે. તેથી વજન ઓછું કરવું પણ જરૂરી બને છે. સાથે જ સ્વસ્થ આહાર જેમ કે ફાયબર, વિટામીન ડી, કેલ્સિયમ વગેરેથી ભરપુર આહાર લાભદાયક નીવળી શકે છે.
જ્યારે તમારા ઘૂંટણ દુખે છે, ત્યારે તેને યોગ્ય આરામ આપો અને જ્યારે તમે બહાર ચાલતા હોવ ત્યારે ઘૂંટણની સલામતી માટે ઘૂંટણ કેપ પહેરો. સોજો ઓછો કરવા માટે તેને બરફથી નિયમિતપણે ઠંડો કરો. એરોમાથેરાપી પણ ઘણા આવશ્યક તેલ સાથે કરવામાં આવે છે જે પીડા અને જડતાને ઘટાડે છે. આના માટે તમે જાણકારનો સંપર્ક કરી શકો છો.
ફિઝિયોથેરાપી અને એરોમાથેરાપી સાથે, એક્યુપંક્ચર એ ઘૂંટણની અથવા સાંધાનો દુખાવો ઘટાડવા અને સોજો ઘટાડવાનો બીજો મુખ્ય અસરકારક માર્ગ છે.