Site icon Revoi.in

જો તમે વાળ તૂટવા કે ખરવાની સમસ્યાથી પરેશાન છો તો હવે અપનાવો આ સરળ ઉપાય

Social Share

બદલાતી ઋતુમાં વાળ ખરવા સામાન્ય વાત છે, પરંતુ અન્ય ઘણા કારણોસર વાળ ખરતા હોઈ શકે છે. આપણે જાણ્યે-અજાણ્યે કરેલી નાની નાની ભૂલો વાળને નુકસાન પહોંચાડે છે, જેના કારણે વાળ નબળા થવા લાગે છે અને વાળ ખરવાની સમસ્યા ઝડપથી શરૂ થાય છે. આ સિવાય ખરાબ જીવનશૈલી, પ્રદૂષણ અને સૂર્યપ્રકાશ આપણા વાળને નુકસાન પહોંચાડે છે.

જો આ દરેક સમસ્યામાંથી છૂચકારો મેળવવો હોય તો આપણે રોજીંદા જીવનમાં વાળ સાથે જોડાયેલી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જો યોગ્ય કેર કરવામાં આવે તો વાળ ખરતા તૂટતા અટકાવી શકાય છે.

વાળ ખરતાકે તૂટતા અટકાવવા આટલી બાબતોનું રાખો ધ્યાન

ઘણા લોકો શેમ્પૂ કર્યા પછી વાળ બાંધવાની  મોટી ભૂલ કરે છે વાળમાં રુમાલ બાંઘી લે છે અથવા તો રબર બાંધી દે છે., જેના કારણે વાળ ખરી શકે છે. તમારી આ ભૂલને કારણે તમારા વાળ ખરવા લાગે છે, જેનાથી વાળ ખરતા વધી શકે છે, તેથી વાળ હંમેશા બાંધવા જોઈએ નહીં.  હેર વોશ કર્યા બાદ વાળને ખુલ્લા સુકાવા દેવા જોઈ.

ઘણીવાર ભીના વાળને સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ કરે છે, જેની ગરમ હવા વાળના પ્રોટીનને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. આ વાળ ખરવાનું સૌથી મોટું કારણ બની જાય છે, જેથી આવા હેરડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ ઈલેક્ટ્રોનિક હિટ કારણે વાળ મોટા પ્રમાણમાં બળી જતા હોય છે.

લાંબા સમય સુધી વાળમાં શેમ્પૂ ન કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. આ માટે તમારે 10 દિવસમાં એકથી બે વાર તમારા વાળને શેમ્પૂ કરવું જોઈએ.

મહિનામાં એક વખતે વાળને સ્ટિમ આપવી જોઈએ જ્યારે પણ વાળને સ્ટિમ આપો તે પહેલા વાળને ચોક્કસ પણે કન્ડિશનર પણ કરવું જોઈએ જેથી વાળ તૂટશે કે ખરશે નહી

સ્ત્રીઓ વારંવાર ભીના વાળમાં કાંસકો કરવાનું શરૂ કરે છે, જે વાળ તૂટવાનું કારણ બની શકે છે. આમ કરવાથી વાળ પર ખરાબ અસર પડે છે. ભીના વાળ શુષ્ક વાળ કરતાં વધુ સંવેદનશીલ હોય છે, તેથી ભીના વાળને કોમ્બિંગ કરતી વખતે વાળ તૂટે છે.

આ સાથે જ બને ત્યા સુધી હેર સ્પા કરતા વખતે નેચરલ પ્રોડક્ટ જેમ કે મધ, દહીં કેળા વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, આ સાથે જ તમે ઈચ્છો તો એલોવિરા જેલનો ઉપોયગ કરી શકો છો