માખણ એટલે કે બટર ઘણા લોકોની લાઈફસ્ટાઈલનો મહત્વનો ભાગ છે. બ્રેડ હોય કે પરોઢા લોકો ઘણા પ્રકારે બટરને પોતાની ડાટેયમાં શામેલ કરે છે. માખણ ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ખૂબ પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
પરંતુ જરૂર કરતા વધારે માખણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. જો તમે પણ તે લોકોમાંથી છો જે બટરનું વધારે પ્રમાણમાં સેવન કરે છે, તો આજે અમે આ આર્ટિકલમાં તમને જણાવીશું કે વધારે પડતુ બટર ખાવાના નુકસાન કયા કયા છે.
કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે માખણ
બટરમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય છે. એક ચમચી બટરમાં લગભગ સાત ગ્રામ ફેટ હોય છે જે તમારી ડેલી નીડના લગભગ એક તૃતીયાંશ છે. એવામાં વધારે પ્રમાણમાં તેને ખાવાથી તમારૂ એલડીએલ અને એચડીએલ કોલેસ્ટ્રોલ વધે છે. વધેલું કોલેસ્ટ્રોલ લોહીની ગાંઢો, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોમ વધારી શકે છે.
હાર્ટ હેલ્થ માટે હાનિકારક
બટર એક સેચ્યુરેટેડ ફેટ છે જે વધારે પ્રમાણમાં ખાવા પર હાર્ટ ડિઝિઝનું કારણ બની શકે છે. માખણ અન્ય સેચ્યુરેટેડ ફેટની સાથે એલડીએલ કોલેસ્ટ્રોલને વધારે છે. જે આર્ટીઝને બ્લોક કરી શકે છે. જેનાથી હાર્ટ ડિઝીઝ થઈ શકે છે.
સ્થૂળતાનું કારણ
માખણની દરેક ચમચીમાં 100થી વધારે કેલેરી હોય છે. એવામાં જ્યારે તમે તેનું વધારે સેવન કરો છો તો સ્થૂળતા ઝડપથી વધે છે કારણ કે તેમાં વધારે પ્રમાણમાં કેલેરી સેચ્યુરેટેડ ફેટ હોઈ શકે છે. સ્થૂળતા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે. જેમાં હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ અને અહીં સુધી કે અમુક કેન્સર પણ શામેલ છે.
અલ્ઝાઈમર અને ડિમેંશિયાનો ખતરો
એક રિપોર્ટ અનુસાર હાઈ સેચ્યુરેટેડ ફેટ જેમ કે માખણ ખાવાથી અલ્ઝાઈમર અને ડિમેંશિયા વિકસિત થવાની સંભાવના ક્રમશઃ 39 ટકા અને 105 ટકા વધી જાય છે.