શિયાળામાં આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન આપવું જોઈએ આપણે આપણા શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવા માટે અનેક પ્રકારનો ખોરાક લેતા હોઈએ છીએ પણ સાચી દિશામાં ખોરાકની પસંદગી કરવામાં આવે તો ચોક્કસ આપણે સ્વસ્થ બની શકીએ છીએ ખાસ કરીને જો કેલ્શિયમની કમી હોય તો તેને દૂર કરવા માટે આ ખોરાક ઘણી મદદ કરી શકે છે
મગ પ્રોટીનનો સ્ત્રોત છે,જેમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન બીનો ભંડાર છે. તે કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોવાને કારણે તે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીઑકિસડન્ટની માત્રા વધુ હોય છે, જે ડાયાબિટીસ, કેન્સર વગેરે જેવા ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
ખાસ કરીને કાળી સુકી દ્રાક્ષ અને લાલા સુકી દ્રાક્ષ પણ કેલ્શિયમનો સ્ત્રોત છે.દ્રાક્ષ મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. નિયમિતપણે પલાળેલી કિસમિસ ખાવાથી શરીરમાં કેન્સરના કોષોની વૃદ્ધિને ઓછી કરવામાં મદદ મળે છે. તે ત્વચાને સ્વસ્થ અને ડાઘ રહિત પણ રાખે છે. જો તમે એનિમિયા અને કિડની સ્ટોન જેવી સમસ્યાથી પરેશાન છો તો પલાળેલી કિસમિસ ખાવાથી તમને આ સમસ્યાઓથી છુટકારો મળશે.
આ સાથે જ જો વાત કરીએ ખસખસની તો ખસખસ ફોલેટ, થાઇમીન અને પેન્ટોથેનિક એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ખસખસમાં હાજર વિટામિન બી ચયાપચયને વધારવામાં મદદ કરે છે અને વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તેને ફેટ કટર તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે તે એક સારો વિકલ્પ છે. તેને પલાળીને ખાવાથી શરીરમાં જામેલી ચરબીને ઓછી કરી શકાય છે.
શણના બીજ એ ઓમેગા-3 ફેટી એસિડનો ભંડાર છે. કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત લોકો માટે પલાળેલા ફ્લેક્સસીડનું સેવન ફાયદાકારક છે કારણ કે તે શરીરમાં સારા અને ખરાબ કોલેસ્ટ્રોલને જાળવી રાખવામાં મદદ કરે છે. ફ્લેક્સસીડમાં ડાયેટરી ફાઈબર પણ ભરપૂર હોય છે, જે પાચનતંત્રને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે.