- હાર્ટની સમસ્યા નોતરે છે તળેલો ખોરાક
- આલ્કોહોલ અને સિગરેટનું સેવન પણ ટાળવું
રોજીંદા જીવનમાં આપણે ઘણો અવો ખોરાક લેતા હોઈએ છીે કે જેની સીધેસીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે, ખાસ કરીને જે વસ્તુ એવી છે કે જે ખરેખર હાનિકારક છે તે માહિતી આપણાને છે તો તેવી વ્સતુઓનું સેવન ટાળવું જોઈએ,કારણ કે હૃદયના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આના માટે લોકો પોતે જ જવાબદાર છે કારણ કે તેઓ પોતાની ખાવાની આદતોને નિયંત્રિત કરી શકતા નથી. હ્રદય રોગ સામાન્ય રીતે હાઈ કોલેસ્ટ્રોલથી શરૂ થાય છે, જેના કારણે નસોમાં બ્લોકેજ થાય છે, પછી તેને હૃદય સુધી પહોંચવા માટે દબાણ કરવું પડે છે, જેના કારણે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરવો પડે છે અને પછી હાર્ટ એટેક તો ચાલો જાણીએ કઈ વસ્તુઓનું સેવન વધુ સારું નથી
આટલી વસ્તુઓ વધુ ખાતા હોવ તો ચેતી જજો
ઠંડા પીણાઓઃ- બદલતા જીવન સાથે લોકો ઠંડાપીણા તો જાણે મોજ સાથે પી રહ્યા છે,યુવાઓ તો કપુવ દેખાવા અનેક કોલ્ડડ્રિંકને રોજીંદા જીવવો ભાગ બનાવી રહ્યા છએ જો કે આ પીણાઓ હાર્ટની સમસ્યા નોતરી શકે છે, ફ્રેશ કરવા માટે સોફ્ટ ડ્રિંકનું સેવન કરીએ છીએ, પરંતુ તેમાં સોડાનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે આપણું હૃદય ખૂબ જ પીડાય છે. તેના નિયમિત સેવનથી હૃદયરોગનું જોખમ અનેકગણું વધી જાય છે.
આલ્કોહોલ અને સ્મોકિંગ( હુક્કો, સિગરેટ,બીડી)ઃ- સિગારેટ અને આલ્કોહોલ આપણા ફેફસાં અને લીવરને નુકસાન પહોંચાડે છે, જે ઘણી હદ સુધી સાચું છે, પરંતુ તે આપણા હૃદયને પણ અસર કરે છે. જેના કારણે હાઈ બીપી, હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જેટલી જલ્દી તમે આ ખરાબ ટેવો છોડી દો તેટલું સારું આ સાથે જ આલ્કોહલ તો બિલકુલ ન લેવું જોઈએ જે દરેક રીતે આરોગ્યને નુકશાન કરે છે.
ડિપ ફ્રાય કરેલો ખોરાક અને વધુ ઓઈલ વાળી સબજીઓઃ- ભારતમાં તેલયુક્ત ખોરાકનું ચલણ ઘણું વધારે છે, તેનો સ્વાદ ભલે ગમે તેટલો સ્વાદિષ્ટ લાગે, તે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. આના કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જો તમને પણ ફાસ્ટ કે જંક ફૂડ ખાવાનું પસંદ હોય તો તરત જ બંધ કરી દો.
પ્રોસેસ્ડ મીટ્સઃ- આજકાલ પ્રોસેસ્ડ મીટનું ચલણ ઘણું વધી ગયું છે. ઘણીવાર લોકો પ્રોટીન મેળવવાની ઇચ્છામાં માંસ ખાતા હોય છે, પરંતુ પ્રોસેસ્ડ મીટમાં મીઠાની માત્રા ખૂબ જ વધારે હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનું કારણ બની શકે છે, જે હાર્ટ એટેકનું કારણ બની જાય છે.