જો તમે શરીરમાં આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો જમીન પર સૂવાનું શરૂ કરો થશે ફાયદો
આજકાલની લાઈફસ્ટાઈલ વધુ મોર્ડન અને ઝડપી છે. લોકોને મુલાયમ ગાદલા પર સૂવું ગમે છે. મોટાભાગના લોકો તેમના પલંગ પર જાડા ગાદલાનો ઉપયોગ કરે છે. જમીન પર સૂવું એ જૂના જમાનાની વાત બની ગઈ છે. આજકાલ લોકો પોતાના બેડ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નથી. ઓફિસના થાક પછી વ્યક્તિને લાગે છે કે, તેણે કોઈ રીતે ઘરે પહોંચીને શાંતિથી ઊંઘ લેવી જોઈએ. કેટલાક લોકો એવા છે જે આટલા આરામ કરવા છતાં પણ કમરના દુખાવાથી પીડાય છે. જો તમારા શરીરમાં નાની મોટો કોઈ પણ પ્રકારનો દૂખાવો છે તો તમે જમીન પર સુવાનું ચાલુ કરી દો. અઠવાડિયાની અંદર આનાથી ખૂબ જ ફાયદો મળશે. શરૂઆતમાં તમને સુવામાં બિલકુલ આરામ નહીં મળે પણ એના પછી ઘણા ફાયદા મલશે.
• જમીન પર સુવાથી થતા ફાયદા
જમીન પર સુવાથી કરોડરજ્જુમાં દુખાવો અને અકડન ઓછી થાય છે. જ્યારે તમે નરમ ગાદલા પર સુઈ જાઓ છો ત્યારે તમારા કરોડરજ્જુ અકડી જાય છે. તેની સીધી અસર તમારા દિમાગ પર પડે છે. કરોડરજ્જુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી જોડાયેલું હોય છે. તેનું સીધું કનેક્શન મગજ સાથે જોડાયેલું હોય છે.
જમીન પર સુવાથી ખભા અને હિપના દુખાવામાં ઘણી રાહત મળે છે. તેનાથી પીઠના દુખાવા, ખભા અને ગળાના દુખાવામાં રાહત મળે છે.
જમીન પર સુવાથી શરીરના તાપમાન ઘટી જાય છે. બેડ પર સુવાથી શરીરમાં ગરમી વધી જાય છે. તેનાથી બોડીનું તાપમાન વધવા લાગે છે.
જમીન પર સુવાથી બ્લડ પ્રેશર સારૂ રહે છે. જેના કારણે સ્નાયુંઓને આરામ મળે છે અને તણાવ ઓછો થઈ જાય છે.
જમીન પર સૂવાથી કરોડરજ્જુમાં દુખાવો અને જડતા ઓછી થાય છે. જ્યારે તમે નરમ ગાદલા પર સૂઈ જાઓ છો, ત્યારે તમારી કરોડરજ્જુ સખત થઈ જાય છે. જેની સીધી અસર મગજ પર પડે છે. કરોડરજ્જુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી રહે છે. તેનો સીધો સંબંધ મગજ સાથે છે.